ગુજરાત

gujarat

ETV Bharat / international

તાલિબાન શાસન હેઠળ ગરીબ અફઘાન મહિલાઓ બાળકોને ખવડાવવા બેકરીમાં ભીખ માગે છે - અફઘાનિસ્તાનમાં બેકરી બહાર બાળકો માટે ભીખ માગતી મહિલાઓ

તાલિબાને (Taliban) બદૂંકોના નાળચે સત્તા તો હસ્તગત કરી લીધી છે, પરંતુ નાગરિકોને જીવવા માટે ભીખ માગવી ( Beg In Bakery to Feed Children ) પડી રહી છે. એક અહેવાલમાં, દુઃખ વ્યક્ત કરતાં બનફશાહે ( Poor Afghan Women ) કહ્યું કે મારા દસ વ્યકિતના પરિવારમાં હું એકમાત્ર કમાનાર છું. બનફશાહનો પતિ વિકલાંગ છે અને કામ કરી શકતો નથી.

Taliban  શાસન હેઠળ ગરીબ અફઘાન Women બાળકોને ખવડાવવા બેકરીમાં ભીખ માગે છે
Taliban શાસન હેઠળ ગરીબ અફઘાન Women બાળકોને ખવડાવવા બેકરીમાં ભીખ માગે છે

By

Published : Nov 4, 2021, 3:09 PM IST

  • તાલિબાન શાસનમાં મહિલાઓ માગી રહી છે ભીખ
  • બાળકો ભૂખ્યાં રહેતાં અફઘાની માતાઓ માગી રહી છે ભીખ
  • કાબૂલમાં બેકરીઓની બહાર મોટીસંખ્યામાં મહિલાઓની ભીખ માગવા કતારો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ગરીબી એટલી હદે વધી ગઈ છે કે રાજધાની કાબૂલમાં દરરોજ ડઝનબંધ મહિલાઓ બ્રેડની ભીખ માગવા અને તેમના બાળકોને જીવતા રાખવા માટે બેકરીઓ ( Beg In Bakery to Feed Children ) આગળ લાઇન લગાવે છે. કાબુલના ચરહી કંબાર વિસ્તારની રહેવાસી સેપના ( Poor Afghan Women )એક વિધવા છે જે પોતાના છ બાળકોને જીવાડવા માટે રોજ ભીખ માગે છે. સેપનાએ કહ્યું, હું દરરોજ ભીખ માગું છું, પરંતુ મને કોઈ પૈસા આપતું નથી. હું મોડી સાંજ સુધી બેકરીની સામે જ રહું છું, તેથી કોઈ મને રોટી દાનમાં આપે છે. મારા બાળકો રાત્રે ભૂખ્યાં રહે છે ત્યારે હું મારી જવાબદારી સમજીને આ કરું છું.

મોટી સંખ્યામાં રોટી માટે ભીખ માગતી મહિલાઓ

સેપનાએ કહ્યું, મારા પતિ પોલીસકર્મી હતાં જેમનું મૃત્યુ થયું હતું. હું એક ઉદ્યોગપતિના ઘરે કામ કરતી હતી. જે અગાઉની સરકારના પતન ( Taliban ) પછી અફઘાનિસ્તાનથી ભાગી ગયો હતો. સેપના તેના બાળકોને બચાવવા માટે બેકરીની સામે ઉભી રહેલી ( Beg In Bakery to Feed Children ) એકમાત્ર વ્યક્તિ નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેની બાજુમાં અન્ય ઘણી મહિલાઓ બેઠી છે અને રોટી ખરીદવાની રાહ જોઈ રહી છે.

ઘરના મુખ્ય પુરુષ કમાવા માટે અસમર્થ

કાબૂલના કોટા-એ-સંગી વિસ્તારની રહેવાસી બનફશાહ, પોલીસ જિલ્લા, કાબુલમાં એક બેકરીની સામે બેઠી હતી. કાળી ચાદર પહેરેલી અન્ય ગરીબ મહિલાઓ સાથે તે પણ બાળકોને ખવડાવવા માટે રોટી શોધી રહી હતી. રિપોર્ટ અનુસાર, બનફશાહે કહ્યું કે હું સાંજે 5 વાગ્યા પહેલા અહીં આવું છું અને સાંજે 7 વાગ્યા સુધી અહીં રહું છું, જ્યાં સુધી મને 10 રોટલી ન મળે ત્યાં સુધી રહું છું. તેના દસ જણના પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર બનફશાહ કહે છે કે તેનો પતિ વિકલાંગ છે અને કામ કરી શકવા અસમર્થ છે. બનફશાહે કહ્યું, મારા બાળકો ઘણા દિવસો સુધી ભૂખ્યાં રહે છે, કારણ કે ગરીબોને કોઈ દાન આપતું નથી, પહેલાની સરકારમાં સારું હતું, લોકો સારી રીતે રહેતાં હતાં, પરંતુ હવે લોકોની હાલત ખરાબ છે, મને ( Beg In Bakery to Feed Children ) અહીં આવવાની ફરજ પડી છે.

3 સમય બ્રેડ બનાવી રોટી આપે છે બેકરીવાળા

કાબૂલ શહેરના દહન-એ-બાગ વિસ્તારમાં એક બેકરીના માલિક સુહરાબે કહ્યું કે (અશરફ) ગની સરકારના પતન પહેલા કેટલાક ભિખારીઓ દરરોજ આવતાં હતાં, પણુ હવે ( Taliban ) તમે જોઈ શકો છો કે તેઓ દરેક બેકરી સામે લાઈનોમાં ( Beg In Bakery to Feed Children ) ઉભા છે. તેમણે કહ્યું કે અમે દિવસમાં ત્રણ વખત બ્રેડ બનાવીએ છીએ અને અમે ચોક્કસપણે તેમને ત્રણ વખત મદદ કરીશું. આ ભિખારીઓને રોટલીનું દાન કરનારા અન્ય સારા લોકો પણ છે.

મોટાભાગની મહિલાઓ ગરીબ અને વિધવા

અહેવાલમાં જણાવાયું છે કે કાબુલના પરવાન-એ-દ્વોમ વિસ્તારના એક બેકર શોભનલ્લાહે પણ જણાવ્યું હતું કે દરરોજ ડઝનેક મહિલાઓ તેમની બેકરીની સામે લાઇન ( Beg In Bakery to Feed Children ) લગાવે છે, તેથી તેમને થોડી બ્રેડ દાનમાં આપવામાં આવે છે. અમારી બેકરીમાં દરરોજ 30 થી 40 મહિલાઓ રોટી લેવા માટે કતારમાં બેસે છે. અમે તેમાંથી દરેકને થોડીક રોટીની મદદ કરીએ છીએ, અમે કંઈક કરી શકીએ છીએ, આમાંની મોટાભાગની મહિલાઓ ( Poor Afghan Women )ગરીબ અને વિધવા છે.

આ પણ વાંચોઃ કાબુલની હૉસ્પિટલની બહાર ભયંકર બ્લાસ્ટ, 19 લોકોના મોત - 50થી વધુ ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ UNGAમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાન અંગે કહી આ મોટી વાત, જૂઓ વીડિયો...

ABOUT THE AUTHOR

...view details