શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયુ છે. ઈસ્ટરના દિવસે થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ સત્તાપરિવર્તન અને સુરક્ષાના પડકારોને જોતા આ ચૂંટણી ખૂબ જ મહત્વની બની રહેશે.
ચૂંટણીમાં પૂર્વ રક્ષાપ્રધાન ગોટાબયા રાજપક્ષે અને સત્તાધારી પક્ષના ઉમેદવાર સજિત પ્રેમદાસા વચ્ચે સીધી ટક્કર છે. ચૂંટણીમાં શ્રીલંકામાં 1.59 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમજ 35 ઉમેદવારો પૈકી એક વર્તમાન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરસેનાની ગાદી સંભાળશે.
સત્તાધારી પક્ષ, સંયુક્ત રાષ્ટ્રીય પાર્ટી(યૂએનપી)ના ઉમેદવાર પ્રેમદાસાને પોતાની સામાન્ય માણસ તરીકેના નેતાની ઓળખ પર વિશ્વાસ છે, જે તેમને પિતા તરફથી વારસામાં મળી છે. જો કે પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે પોતાના ચૂંટણી પ્રચારમાં પ્રેમદાસાના પિતાની સત્તાને વળગી રહેવાની વાત યાદ અપાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે પ્રેમદાસાના આતંકના રાજમાં પરત ફરવા કોઈ તૈયાર નથી. રાજપક્ષે પોતાના નાનાભાઈ ગોટાભય માટે પ્રચાર કરી રહ્યાં છે.
શ્રીલંકામાં 8માં રાષ્ટ્રપતિ માટે મતદાન કરવામાં આવ્યું. જેમાં, લઘુમતી મુસ્લિમ મતદારોને લઇ જનારી બસ પર ગોલી ચલાવવાના સમાચાર મળ્યા છે.
કોલંબોમાં શહેરી વિસ્તારમાં ઓછા મતદાર જોવા મળ્યા હતાં. ઈટીવી ભારત સાથે વાતચીત કરતા એક મતદારે જણાવ્યું કે, તેઓ બદલાવ માટે મત આપવા આવ્યા છે.
મતદાદાનનો સમય સાંજે 5 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો હતો. તેવામાં માનવામાં આવે છે કે, સાંજે 7 વાગ્યાથી પોસ્ટલ બેલેટ ગણવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.