ગુજરાત

gujarat

ETV Bharat / international

ચાલુ ટીવી શોની ડિબેટમાં મહિલા નેતાએ પાકિસ્તાની સાંસદને મારી થપ્પડ, જુઓ વીડિયો... - પાકિસ્તાની સાંસદ

પાકિસ્તાનમાં એક ટીવી શોમાં ચાલતી ડિબેટ દરમિયાન એક મહિલા નેતા દ્વારા એક પુરૂષ સાંસદને થપ્પડ મારી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

female leader slaps Pakistani MP
female leader slaps Pakistani MP

By

Published : Jun 10, 2021, 5:29 PM IST

  • ચાલુ ટીવી શોની ડિબેટમાં મહિલા નેતાએ પાકિસ્તાની સાંસદને મારી થપ્પડ
  • સાંસદ કાદિર ખાન મંડોખાલી ( Qadir Khan Mandokhail )ને થપ્પડ મારી દીધી
  • ઇમરાન ખાનની પાર્ટીના નેતા ડૉ. ફિરદોશ આશિક અવાને મારી થપ્પડ

પાકિસ્તાન : ટેલીવિઝન ન્યૂઝ ચેનલમાં ચાલતી ડિબેટમાં પેનલિસ્ટ્સ વચ્ચે ધારદાર ચર્ચાઓની ઘણીવાર આલોચનાના કરવામાં આવે છે. ઘણી વાર આ ચર્ચાઓ એટલી ઉગ્ર થઇ જાય છે કે, વાચ મારામારી સુધી પહોંચી જાય છે. એવી જ એક ઘટના પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બની હતી. જેમાં એક મહિલા પેનલિસ્ટે એક પુરૂષ પેનલિસ્ટને થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ચાલુ ટીવી શોની ડિબેટમાં મહિલા નેતાએ પાકિસ્તાની સાંસદને મારી થપ્પડ

પાકિસ્તાનની એક ટીવી ચેનલના જાવેદ ચૌધરીના શોના રેકોર્ડિંગ દરમિયાન આ ઘટના બની હોવાનું કહેવાય છે. આ શો દરમિયાનની ડિબેટમાં ઇમરાન ખાનની પાર્ટીના નેતા ડૉ. ફિરદોશ આશિક અવાને વિરોધી પાર્ટીના MMAના નેતા અને સાંસદ કાદિર ખાન મંડોખાલી ( Qadir Khan Mandokhail )ને થપ્પડ મારી દીધી હતી.

બન્ને નેતાઓ એકબીજા સાથે દુર્વ્યવહાર કરતા પણ જોવા મળી રહ્યા છે

પાકિસ્તાની પત્રકાર મુર્તઝા અલી શાહ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરાયેલા આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, બન્ને નેતાઓ વચ્ચે કોઈ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે અને બન્ને નેતાઓ એકબીજા સાથે દુર્વ્યવહાર કરતા પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ફિરદોશે કાદિરને થપ્પડ મારી હતી. આ ઘટના બાદ ફિરદોશ દ્વારા કાદિર પર તેના અને તેના પિતા સાથે દુર્વ્યવહાર કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details