કજાકિસ્તાનના અલ્માટીમાં એક વિમાનના અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં 14 લોકોના મોત થયા છે. આ વિમાનમાં 100 લોકો મુસાફરી કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આ વિમાન અલ્માટીમાં ક્રેશ થયું છે.
કજાકિસ્તાનમાં વિમાન ક્રેશ, 14 લોકોના મોત, 35 ઇજાગ્રસ્ત - વિમાન ક્રેસ
નૂર-સુલ્તાન: કજાકિસ્તાન જઇ રહેલા વિમાનનો અકસ્માત થયો હતો. અત્યારસુધીમાં 14 લોકોના મોતના સમાચાર જાણવા મળ્યા છે અને 35 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ વિમાનમાં 100 લોકો મુસાફરી કરી રહ્યા હતા. દુર્ઘટના સ્થળે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
કજાકિસ્તાનમાં વિમાન ક્રેસ, 9 લોકોનું મોત
ઉદ્યોગ મંત્રાયલે એક સમાચાર એજન્સીને જણાવ્યું કે, આ ઘટનામાં 14 લોકોના મોત, જ્યારે 35 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મંત્રાલય અનુસાર વિમાન ઉડ્યા બાદ પોતાની ઉંચાઈ પર કાબુ મેળવી શક્યું નહોતું અને બે માળની બિલ્ડિંગમાં ક્રેશ થયું હતું.
Last Updated : Dec 27, 2019, 3:18 PM IST