ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાનઃ સરકાર વિરુદ્ધ પ્રદર્શન, લોકોના હાથમાં જોવા મળ્યાં PM મોદીના પોસ્ટર - જીએમ સૈયદ જન્મજયંતિ

પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમસોરો જિલ્લામાં સૈયદના ગૃહનગરમાં આયોજીત ભવ્ય રેલી દરમિયાન લોકોએ આઝાદીના સમર્થનમાં નારાઓ લગાવ્યા હતા. આ સમયે તેમના હાથમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વૈશ્વિક નેતાઓના પોસ્ટર જોવા મળ્યાં હતા.

ETV BHARAT
લોકોના હાથમાં જોવા મળ્યાં PM મોદીના પોસ્ટર

By

Published : Jan 18, 2021, 10:45 PM IST

  • પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન
  • પ્રદર્શનકારીઓના હાથમાં વડાપ્રધાન મોદીના પોસ્ટર
  • આઝાદીના સમર્થનમાં લાગ્યા નારા

સન્ન: પાકિસ્તાનમાં જીએમ સૈયદની 117મી જયંતી પર આયોજીત એક વિશાળ રેલીમાં પ્રદર્શનકર્તાઓએ સિંધુદેશની આઝાદી માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વૈશ્વિક નેતાઓના પોસ્ટર હાથમાં લઈને પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમશેરો જિલ્લામાં સૈયદના ગૃહનગરમાં રવિવારના રોજ આયોજીત વિશાળ રેલી દરમિયાન લોકોએ આઝાદીના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

1947માં પાકિસ્તાનના ઈસ્લામી હાથોમાં સોંપાયું

તેમણે દાવો કર્યો કે, સિંધ સિંધુ ઘાટી સભ્યતા અને વૈદિક ધર્મનું ધર છે. જેને બ્રિટીશ સામ્રાજ્ય દ્વારા ગેરકાયદે કબ્જે કરાયું હતું અને તેમના દ્વારા 1947માં પાકિસ્તાનના ખરાબ ઈસ્લામી હાથોમાં સોંપી દીધું હતું.

ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખાણ બનાવી રાખી

હૃદય દ્રાવક હુમલાઓ વચ્ચે સિંધે ઈતિહાસ, સંસ્કૃતિ, સ્વતંત્રતા, સહિષ્ણુતા અને સભાન સમાજના રૂપમાં પોતાની આગવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખાણ બનાવી રાખી છે.

સિંધને માનવતાના ઈતિહાસમાં એક આગવુ સ્થાન

જેઈ સિંધ મુત્તહિદા મહાજના અધ્યક્ષ શફી મુહમ્મદ બુરફાતે કહ્યું કે, વિદેશી અને દેશી લોકોની ભાષાઓ અને વિચારોએ માત્ર એક બીજાને પ્રભાવિત જ નથી કર્યા, પરંતુ માનવ સભ્યતાના સામાન્ય સંદેશને અપનાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે પૂર્વ અને પશ્ચિમના ધર્મો, દર્શન અને સભ્યતાના આવા ઐતિહાસિક સંગમે અમારી માતૃભૂમિ સિંધને માનવતાના ઈતિહાસમાં એક આગવુ સ્થાન અપાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details