બિજીંગ: ચીને ગુરુવારે કહ્યું હતું કે ગલવાન ખીણ અને પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની (એલએસી) બાજુમાં અન્ય વિસ્તારોમાંથી પીછેહઠ કરવા માટે ચીની અને ભારતીય સૈનિકોએ 'અસરકારક પગલાં' લીધાં છે અને પરિસ્થિતિ 'સ્થિર અને સારી' છે. બંને પક્ષે તમામ ગતિરોધ વાળા વિસ્તારોમાંથી સૈન્યને ઝડપથી દૂર કરવા સંમત થયા છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયનનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે નવી દિલ્હીના કેસ નિષ્ણાતો કહે છે કે ચીની સૈન્યએ પૂર્વી લદ્દાખમાં હોટ સ્પ્રિંગ થી તમામ અસ્થાયી બાંધકામોને દૂર કર્યા છે અને તમામ સૈન્યને પણ હટાવ્યા છે.