ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના વાયરસઃ ચીનથી બહાર ફિલિપાઇન્સમાં પ્રથમ વ્યક્તિનું મોતઃ WHO - પ્રથમ વ્યક્તિનું કોરોનાવાઇરસથી મોત

ચીનના વુહાન શહેરનો એક 44 વર્ષીય ચાઇનીઝ માણસનું વાયરસનું પ્રથમ વખત નિદાન થયું હતું અને તે ફિલિપાઇન્સ પહોંચતા પહેલા તેને ચેપ લાગ્યો હતો. ફિલિપાઇન્સમાં ડબ્લ્યુએચઓનાં પ્રતિનિધિ, રવીન્દ્ર અબેયસિંઘે જણાવ્યું કે, ચીનની બહાર આ પ્રથમ મૃત્યુનો અહેવાલ છે. "તેમ છતાં, આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે કે આ સ્થાનિક કેસ તો નથી ને. આ દર્દી કોરોના વાઇરસના કેન્દ્રમાંથી આવ્યો હતો.

ચીનથી બહાર પ્રથમ વ્યક્તિનું કોરોનાવાઇરસથી મોતઃ ડબ્લ્યુએચઓ
ચીનથી બહાર પ્રથમ વ્યક્તિનું કોરોનાવાઇરસથી મોતઃ ડબ્લ્યુએચઓ

By

Published : Feb 2, 2020, 12:01 PM IST

મનિલા (ફિલિપાઇન્સ) : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ રવિવારે જણાવ્યું કે, ફિલિપાઇન્સમાં કોરોના વાયરસથી પ્રથમ મૃત્યું નોંધાયું છે, ચીનમાં 300થી વધુ લોકો માર્યા ગયા છે અને અન્ય દેશોમાં પણ આ વાયરસ ફેલાયો છે.

મનિલાની એક હોસ્પિટલમાં મૃત્યુ પામનાર આ વ્યક્તિ 38 વર્ષીય ચાઇનીઝ મહિલા સાથે ફિલિપાઇન્સ પહોંચ્યો હતો, જેણે વાયરસ માટે નિદાન પણ કરાવ્યું હતું. તે ફિલિપાઇન્સનો વાયરસનો પ્રથમ કેસ હતો અને તે હોસ્પિટલમાં સ્વસ્થ થયો હતો.

આ વ્યક્તિના મૃત્યુના સમાચાર ફિલિપાઇન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યાં પછી તરત જ ચાઇનાથી કોઈપણ વિદેશી મુસાફરોના આગમનને રોકવામાં આવ્યું છે. ફિલિપાઇન્સ સરકારે નાગરિકોને મેઈલેન્ડ ચાઇના, હોંગકોંગ અને મકાઉની યાત્રા ન કરવા પણ કહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details