ગુજરાત

gujarat

નેપાળના વડાપ્રધાને ભારતથી આવતા લોકો પર કોરોના ચેપ ફેલાવવાનો આરોપ લગાવ્યો

By

Published : May 26, 2020, 8:36 AM IST

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ વિવાદિત નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું છે કે, દક્ષિણ એશિયાના અન્ય દેશોની તુલનામાં નેપાળમાં ઓછી મુશ્કેલી છે. તેમણે ભારતથી આવતા લોકોને કોરોના ચેપ ફેલાવતા હોવાના સહિત અનેક જેવા વાંધાજનક આક્ષેપો કર્યા છે.

Nepal PM
Nepal PM

કાઠમાંડુ: સોમવારે નેપાળમાં કોરોના વાઈરસના 79 નવા કેસ નોંધાયા છે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 682 થઈ ગઈ છે. નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ નેપાળમાં સતત વધી રહેલા કોરોના ચેપ માટે ભારતથી આવતા પરપ્રાંતોને જવાબદાર ગણાવ્યા છે.

તેમણે કહ્યું કે, ભારતમાંથી લોકો યોગ્ય તપાસ કર્યા વિના નેપાળ આવી રહ્યા છે, જેના કારણે નેપાળમાં કોવિડ -19 ના કેસોમાં વધારો થયો છે.

કોરાનાથી સૌથી ઓછા પ્રમાણમાં સંક્રમિત દેશમાં નેપાળ સામેલ છે આરોગ્ય અને વસ્તી મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે ચેપના 79 નવા કેસ નોંધાયા છે. આ સાથે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 682 થઈ ગઈ છે.

સોમવારે, નેપાળની હોસ્પિટલમાંથી 25 દર્દીઓને રજા આપવામાં આવી હતી, જેમાંથી 18 એક જ પરિવારના છે. નેપાળમાં અત્યાર સુધીમાં કુલ 112 દર્દીઓ સ્વસ્થ બન્યા છે, જ્યારે 566 લોકો હજુ પણ ચેપગ્રસ્ત છે.

કોરોના વાઈરસ ચેપની તપાસ માટે અત્યાર સુધીમાં 51,642 લોકોની તપાસ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, નેપાળમાં 24 માર્ચે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જે 2 જૂન સુધી અમલમાં રહેશે. જો કે, નેપાળે 14 જૂન સુધી તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે

ABOUT THE AUTHOR

...view details