ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાને ભારત પાસેથી શીખ લેવાની જરૂર છે, પાક.ની જનતાએ ભારતીય ચંદ્રયાનના વખાણ કર્યા - વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકરણ

નવી દિલ્હીઃ ચંદ્રયાન-2નું સફળતાપૂર્વકના પ્રક્ષેપણથી પાકિસ્તાન સહિત દુનિયાભરમાં ભારતની આ ઉપલબ્ધિને વધાવવામાં આવી રહી છે. ત્યારે પાકિસ્તાનને પણ ભારત પાસેથી શીખ લેવાની જરૂર હોવાની વાત કહી છે.

ચંદ્રયાન-2ના લોન્ચ પર પાકિસ્તાનિઓએ આપી પ્રતિક્રિયા, પાકિસ્તાનને ભારત પાસેથી શીખ લેવાની જરૂર

By

Published : Jul 28, 2019, 11:52 AM IST

લાહોરમાં રહેતાં યુટ્યૂબર સાના અમજદના એક વિડીઓમાં એક વ્યક્તિએ કહ્યું હતું કે, "આ સરાહનીય પગલું છે. પ્રૌદ્યોગિકીમાં ભારત હંમેશાથી આગળ રહ્યું છે. જે પાકિસ્તાનને ભારત પાસેથી શીખવાની જરૂર છે."

ભારતમાં 22 જુલાઇના રોજ ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2ના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 20 ઓગસ્ટના રોજ ચાંદ પર પહોંચશે. વિડીઓમાં અન્ય વ્યક્તિએ ભારતની ઉપલબ્ધિની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, "ભારત પાસેથી આપણે શીખવું જોઈએ આપણે શું કરવું જોઇએ." તો કેટલાંક લોકોએ સાવચેત કરતાં કહ્યું હતું કે, "પ્રૌદ્યોગિકીમાં ભારતની પ્રગતિએ પાકિસ્તાનને એક તાકાતવર પાડોશીની હરોળમાં લાવી દીધું છે. એટલે દેશને યુવા, વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકરણમાં રોકાણ કરવાની જરૂર છે.

આમ, ભારતની આ અભૂતપૂર્વ સફળતા વિશે ઈઝરાયલ, અમેરીકા અને જર્મની સહિત દેશના દૂતવાસો તરફથી ભારતની અંતરિક્ષ એનજન્સી પ્રશંસા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details