પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના સાથી ખેલાડી દાનિશ કનેરિયા સાથે પક્ષપાત કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતુ. નાગરિકતા કાયદાને લઇને વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપે હિન્દુઓ સાથે થતા દુરવ્યવહારનો વીડિયો સબુતના રૂપે રજૂ કર્યો છે.
પાકમાં કઇ રીતે થાય છે હિન્દુઓ સાથે ભેદભાવ, ભાજપે કર્યો વીડિયો શેર - પાકમાં કઇ રીતે થાય છે હિન્દુઓ સાથે ભેદભાવ
નવી દિલ્હી: ભાજપના આઇટી સેલના અધ્યક્ષ અમિત માલવીયાએ પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તરનો એક વીડિયો શેર કર્યો છે, તેમને આ વીડિયોમાં પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થતા દુરવ્યવહારનો વીડિયો સબુતના રૂપમાં રજૂ કર્યો છે. આ વીડિયોમાં શોએબ અખ્તરએ દાવો કર્યો છે કે મારો સાથી ખેલાડી દાનિશ કનેરિયા સાથે પાકિસ્તાની ક્રિકેટરો હિન્દુ હોવાના કારણે તેના સાથે દુરવ્યવહાર કર્યો.
પાકમાં કઇ રીતે થાય છે હિન્દુઓ સાથે ભેદભાવ
અમિત માલવીયાએ પોતાના ટ્વિટરમાં લખ્યું કે, જો દાનિશ કનેરિયા જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સાથે પાકિસ્તાનમાં હિન્દુ હોવાના કારણે ખરાબ વર્તન કરવામાં આવી શકે છે, તો બીજા ગેર મુસ્લીમો સાથે થતી પીડાનો અંદાજો લગાવી શકાય છે. અને જો CAAના કારણે આવા લોકોને ભારતમાં નાગરિકતા મળશે, તો હિન્દુ અને મુસ્લીમો, ક્રોંગ્રેસ અને કમ્યુનિસ્ટ તેનો વિરોધ કેમ કરી રહ્યા છે?