ગુજરાત

gujarat

ETV Bharat / international

ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ કરનાર પાકિસ્તાની ઘોડેસવારે તેના ઘોડાનું નામ 'આઝાદ કાશ્મીર' રાખ્યું - ટોક્યો ઓલિમ્પિક 2020

ઓલિમ્પિક 2020માં ક્વોલિફાઈ કરનાર પાકિસ્તાની ઘોડેસવાર ઉસ્માન ખાને પોતાના ઘોડાનું નામ આઝાદ કાશ્મીર રાખ્યું છે. ઉસ્માને કહ્યું કે, તે પોતાના ઘોડાનું નામ બદલશે નહીં.

pakistani cavalryman who qualified in tokyo olympics named his horse azad kashmir
પાકિસ્તાની ઘોડેસવારે તેના ઘોડાનું નામ 'આઝાદ કાશ્મીર' રાખ્યું

By

Published : Feb 11, 2020, 7:31 AM IST

પાકિસ્તાન: કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવાનો વારંવાર પ્રયાસ કરનારા પાકિસ્તાને હવે આ મુદ્દાને રમતોમાં પણ ઢસડી રહ્યું છે. પાકિસ્તાનનાં એક ઘોડેસવારે તેના ઘોડાનું નામ 'આઝાદ કાશ્મીર' રાખ્યું છે. તેને આ નામ બદલવાનો ધરાર ઇનકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઘોડેસવારનું નામ ઉસ્માન ખાન છે. તે ઓલમ્પિક માટે ક્વોલિફાઈ કરનારો પહેલો પાકિસ્તાની ઘોડેસવાર છે. તે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાગ લેવા માટે આ ઘોડા સાથે પ્રક્ટિસ કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details