- પક્ષ બાબતે પાકિસ્તાન દબાણ અનુભવી રહ્યું છે : ઇમરાન ખાન
- પાકિસતાનના વડાપ્રધાન અમરાન ખાનનું નિવેદન
- પાકિસતાન અને ચીનના 70 વર્ષથી સારા સંબંધો
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને (Pakistan Prime Minister Imran Khan) મંગળવારે કહ્યું હતું કે, ચીન સાથે પાકિસ્તાનના સારા સંબંધો (Pakistan relations with China) હોવાથી યુએસ અને પશ્ચિમી દેશોનો "દબાણ" પાકિસ્તાન અનુભવી રહ્યું છે. જોકે તેમણે કહ્યું કે તેઓ ક્યારે પણ દબાણમાં નહીં આવે તેવું સંકલ્પ કર્યો છે.
પાકિસ્તાન અને ચીન 70 વર્ષથી સારા સંબંધો ધરાવે છે : ઇમરાન ખાન
ઇમરાન ખાને (Imran Khan) એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન અને ચીન 70 વર્ષથી 'ખૂબ જ ખાસ સંબંધ' ધરાવે છે. આ ઇન્ટરવ્યુના ભાગો તેમણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા.