ગુજરાત

gujarat

ETV Bharat / international

કુલભૂષણ જાધવને અપાશે કાઉન્સીલર એક્સેસ: પાક.વિદેશ મંત્રાલય

ઈસ્લામાબાદ: મોડી રાત્રે પાકિસ્તાન વિદેશ મંત્રાલયે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાન પોતાના દેશના કાનૂન મુજબ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની કાઉન્સીલર એક્સેસ (ભારતીય દુતાવાસ) સાથે મુલાકાત કરાવશે તેમજ આ માટેની કાર્યપ્રણાલી પર કામ પણ થઈ રહ્યું છે. કુલભૂષણ જાધવની ભારતીય દુતાવાસ સાથેની મુલાકાત બાદ પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવ અંગેની માહિતી પણ મેળવી શકાશે.

ઈસ્લામાબાદ

By

Published : Jul 19, 2019, 9:23 AM IST

પાકિસ્તાન મંત્રાલયે આ સાથે એ પણ કહ્યું કે, રાજકીય સંબંધો પર વિયેના સંધિ મુજબ તેમને અધિકારોથી અવગત કરાવવામાં આવ્યા છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ICJના નિર્ણયના આધાર પર કમાંડર કુલભૂષણ જાધવને ભારતીય દુતાવાસ સાથે મુલાકાત કરાવશે તેમજ વિયેના સંધિના અનુચ્છેદ 36 ના પેરેગ્રાફ 1(બી) મુજબ તેઓના અધિકારો વિશે માહિતી આપવામાં આવી રહી છે.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયનું નિવેદનઃ

પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે, એક જવાબદાર દેશ હોવાને કારણે પાકિસ્તાન કમાંડર કુલભૂષણ જાધવને પાકિસ્તાન કાનૂન અનુસાર કાઉન્સીલર એક્સેસ સાથે મુલાકાત કરાવશે જેમના માટે કાર્યપ્રણાલી પર કામ પણ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ) એ પાકિસ્તાને જાધવ સંભળાવેલી ફાંસીની સજા પર પ્રભાવી રીતે ફરીથી વિચાર કરવા અને કાઉન્સીલર એક્સેસ સાથે મુલાકાત કરાવવા માટે બુધવારે આદેશ આપ્યો હતો. જે ભારત માટે મોટી જીત માનવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયનું નિવેદન

ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી જાધવ (49) ને પાકિસ્તાની સૈન્ય અદાલતે એપ્રિલ 2017માં સુનાવણી બાદ જાસૂસી અને આતંકવાદના આરોપો પર ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જેને કારણે ભારતમાં ગુસ્સો જોવા મળી રહ્યો હતો.

અદાલતના અધ્યક્ષ અબ્દુલકાવી અહેમદ યૂસુફના નેતૃત્વવાળી 16 સભ્યોની ટીમે એક બાબતમાં 15 મતોથી કુલભૂષણ સુધીર જાધવને દોષી જાહેર કરવા અને તેઓઓ સંભળાવેલી સજાની પ્રભાવી સમીક્ષા કરવા અને તેના પર ફરી વિચાર કરવા માટેનો આદેશ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details