ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના કર્યા વખાણ, જાણો કેમ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના વખાણ કર્યા (prime minister imran khan praised india) અને કહ્યું કે ભારતની વિદેશ નીતિ તેના લોકો માટે છે. તેમણે હંમેશા સ્વતંત્ર વિદેશ નીતિનું પાલન કર્યું છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના કર્યા વખાણ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના કર્યા વખાણ

By

Published : Mar 21, 2022, 1:44 PM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાને જાહેરમાં ભારતની પ્રશંસા કરી હતી (prime minister imran khan praised india). તેમણે કહ્યું કે ભારત ક્વાડનું સભ્ય છે, પરંતુ પ્રતિબંધો છતાં તે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. કારણ કે ભારતની વિદેશ નીતિ તેના લોકો માટે છે. તેમણે હંમેશા સ્વતંત્ર વિદેશ નીતિનું પાલન કર્યું છે.

ભારતના વખાણના પુલ બાંધ્યા : વડાપ્રધાન ઈમરાન ખાન રવિવારે મલાકંદ જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ખુલ્લા મંચ પરથી ભારતના વખાણના પુલ બાંધવાનું શરૂ કર્યું હતું. આ સાથે તેમણે પોતાની પાર્ટીના બળવાખોર સાંસદોને માફ કરવા અને તેમને પાર્ટીમાં પાછા બોલાવવાની વાત પણ કરી હતી. પાકિસ્તાની લોકોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને યુરોપિયન યુનિયન પર પણ પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો :પાકિસ્તાન અવિશ્વાસ પ્રસ્તાવ: એક અજેય યુદ્ધ લડી રહ્યા છે પીએમ ઈમરાન ખાન

રાજકારણમાં ફરી એકવાર હલચલ :ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની સંસદમાં 25 માર્ચે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. અહીં તેમની પાર્ટીના ઘણા સાંસદો તેમના વિરોધમાં ઉભા છે, જેના કારણે આ વોટિંગથી ઈમરાન સત્તા છોડતા ડરી ગયા છે.

ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ : ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસરે રવિવારે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચાર (No-Confidence motion against Imran Khan) કરવા માટે 25 માર્ચે ગૃહનું સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના લગભગ 100 સાંસદોએ 8 માર્ચે નેશનલ એસેમ્બલી સચિવાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો. દેશમાં આર્થિક સંકટ અને મોંઘવારી માટે ઈમરાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :israel PM India visit: ઈઝરાયેલના વડાપ્રધાન 2 એપ્રિલે ભારતની મુલાકાતે

21 માર્ચ સુધીમાં સત્ર બોલાવવાની માંગ : સચિવાલયે રવિવારે એક નોટિફિકેશન બહાર પાડીને મહત્વપૂર્ણ સત્રને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી હતી. વિપક્ષે કાયદાકીય જરૂરિયાતો અનુસાર 21 માર્ચ સુધીમાં સત્ર બોલાવવાની માંગ કરી હતી. સૂચના મુજબ, સત્ર શુક્રવારે સવારે 11 વાગ્યે શરૂ થશે અને વર્તમાન નેશનલ એસેમ્બલીનું 41મું સત્ર હશે. સ્પીકરે પાકિસ્તાનના બંધારણની કલમ 54(3) અને 254 હેઠળ મળેલી સત્તા હેઠળ સત્ર બોલાવ્યું છે.

ખાસ સંજોગોને કારણે વિલંબ : વિપક્ષનું કહેવું છે કે, સત્ર 14 દિવસની અંદર બોલાવવામાં આવે, પરંતુ ગૃહપ્રધાન શેખ રશીદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ખાસ સંજોગોને કારણે તેમાં વિલંબ થઈ શકે છે. આ મામલામાં વિલંબ 22 માર્ચથી સંસદ ભવનમાં શરૂ થનારી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બહુચર્ચિત 48મી સમિટને કારણે થયો છે.

ABOUT THE AUTHOR

...view details