ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે અલકાયદાના ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો છે. ઈમરાને કહ્યું કે, અમેરિકાના આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં પાકિસ્તાને સાથ આપવાની જરૂર નહોતી.
પાક વડાપ્રધાન ઈમરાન ખાને આતંકવાદી ઓસામા બિન લાદેન શહીદ ગણાવ્યો - અલકાયદાના નેતા ઓસામા બિન લાદેન
ઈમરાન ખાને આતંકવાદી સંગઠન અલકાયદાના વડા ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરનાર લાદેનને અમેરિકી સેનાએ ઘરમાં ઘુસીને ઠાર માર્યો હતો.
ઈમરાન ખાન
અમેરિકા પર નારાજગી વ્યક્ત કરીને ખાને કહ્યું કે, અમેરિકી સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને ઓસામા બિન લાદેનને શહીદ કર્યો છે. ત્યારબાદથી સમગ્ર વિશ્વએ પાકિસ્તાનનું અપમાન કરવું શરૂ કરી દીધું છે.
પાકિસ્તાનના વડાપ્રધાનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે આંતરરાષ્ટ્રી મંચ પર આતંકી સંગઠનોને શરણ આપવાનો આરોપ તેમના પર લાગી રહ્યો છે.