ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચાર કરનારા હુબલીના દેશદ્રોહના કેસની સુનાવણી 24 એપ્રિલ સુધી મોકુફ - Pakistan Jindabad Trial

હાઇકોર્ટે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના સૂત્રોચ્ચાર કરવાના આરોપમાં હુબલીમાં ધરપકડ કરાયેલા કાશ્મીરના યુવાનોના જામીન પર પ્રતિક્રિયા આપી છે એને આ કેસની સુનાવણી 24 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Pakistan Zindabad, Karnataka High Court
Trial of sedition case of Hubli adjourned to April 24

By

Published : Apr 19, 2020, 12:27 PM IST

બેંગ્લુરૂઃ હાઇકોર્ટે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવવાના આરોપમાં હુબલીમાં ધરપકડ કરાયેલા કાશ્મીરના યુવાનોના જામીન પર પ્રતિક્રિયા આપી છે. હાઇકોર્ટે ક્હ્યું કે, એવું લાગતું નથી કે, આરોપીઓ રાજદ્રોહના કેસ માટે દોષિત હતા.

આરોપી બસીત આશીક સોફી, તાલિબ મજીદ અને આમિર મોહિદેનવાણીની જામીન અરજી પર સુનાવણી કરી રહેલી હાઇકોર્ટની સિંગલ સભ્યની બેન્ચે તેના વિશે અભિપ્રાય જણાવ્યો હતો. કેસના રેકોર્ડની સમીક્ષા કર્યા બાદ સામે આવ્યું છે કે, અરજદાર રાજદ્રોહી માટે દોષિત છે કે નહીં તેના કોઇ પુરાવા નથી.

સરકારી વકીલોએ કોર્ટના ધ્યાને મુક્યું હતું કે, આરોપી વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર તરફથી શિષ્યવૃતિ મળી હતી. પંરતુ અમે આશ્ચર્યચકિત છીએ, કારણ કે, ન્યાયાધીશ સુનાવણીમાં આ બાબતનો ઉલ્લેખ નથી.

કોર્ટે કહ્યું કે, જ્યારે આરોપી વિદ્યાર્થીઓ શિષ્યવૃતિ મેળવે છે, ત્યારે કેન્દ્ર સરકારે તેમના મૂળ અને પૃષ્ઠભૂમિની નોંધ લીધી છે. તમે ફક્ત એક ખોટું કાર્ય કર્યું છે તેની ધારણાએ બધું જોઇ શકતા નથી. ફરિયાદીના કેસને વ્યાપક દ્વષ્ટિકોણની જરુર છે.

ઉલ્લેખનીય છે કે, હુબલીના દેશદ્રોહના કેસની સુનાવણી 24 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details