ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 2,165 નવા કેસ નોંધાયા હતા. જે બાદ બુધવારે દેશમાં આ વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,55,769 પર પહોંચી ગઈ છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય આરોગ્ય સેવા મંત્રાલયે જણાવ્યું છે કે, દેશભરની વિવિધ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાંથી 1,72,810 દર્દીઓને રજા આપવામાં આવી છે.
મંત્રાલયે કહ્યું કે, સંક્રમણના કારણે વધુ 67 લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક 5,386 પર પહોંચી ગયો છે. દેશમાં હાલમાં 77,573 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સિંધમાં સૌથી વધુ ચેપના 1,07,773 કેસ નોંધાયા છે.