ઈસ્લામાબાદ : પાકિસ્તાનના ગૃહ પ્રધાન ઈજાજ શાહે કહ્યું કે, તેમનો દેશ ગુરદ્વારા દરબાર સાહિબ માટે વધારે શ્રદ્ધાળુઓને આકર્ષવા માટે ભારતીય નાગરિકોને પાસપોર્ટ વિના કરતારપુર ગલિયારામાં પ્રવેશ આપવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યો છે.
કરતારપુરમાં ભારતીય શ્રદ્ઘાળુઓને પાસપોર્ટ વિના પ્રવેશ મળવાના સંકેત, પાકિસ્તાન કરી રહ્યું છે વિચાર - pakistan and India news
પાકિસ્તાન સરકાર કરતારપુર જનારા ભારતીય શ્રદ્ઘાળુઓ માટે પાસપોર્ટ મુક્ત પ્રવેશ અંગે વિચાર કરી રહી છે. 9 નવેમ્બરે કરતારપુર ગલિયારાનું ઉદ્ઘાટન કરાયું હતુ.

ગયા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાન અને ભારત પોતાની સીમાઓની અંદર ગલિયારાના હિસ્સામાં અલગ-અલગ ઉદ્ઘાટન કર્યુ હતુ. આ ગલિયારામાં ભારતીય સીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાનના નારોવાલમાં કરતાપુરમાં પવિત્ર ગુરદ્વારા દરબાર સિંહ પહોંચવા માટે સૌથી નાનો માર્ગ ઉપલ્બ્ધ કરાવે છે. કરતારપુર સાહિબમાં ગુરૂનાનક દેવે પોતાના જીવનનાં અંતિમ 18 વર્ષ વિતાવ્યા હતા.
ગૃહ પ્રધાને શુક્રવારે રાષ્ટ્રીય ધારાસભામાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યું કે, હાલ તો, ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર અંતર્ગત ભાતીય શ્રદ્ધાળુઓને પાસપોર્ટ વિના કરતારપુર ગલિયારામાં જવાની પરવાનગી નથી.