- પાકિસ્તાની દરિયાઈ સુરક્ષા એજન્સીની ફરી એક વાર અવળચંડાઈ સામે આવી
- પાકિસ્તાની અધિકારીઓએ માછીમારોની ધરપકડની વાત સ્વીકારી
- આગળની કાર્યવાહી કરાચીની ડોક્સ પોલીસ કરશે
આ પણ વાંચોઃજખૌ જળસીમા પાસેથી પાકિસ્તાન દ્વારા પોરબંદરની બે બોટ સહિત 11 માછીમારોનું અપરહણ
કરાચીઃ પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે તેમના દેશની દરિયાઈ સીમામાં કથિત રીતે આવનારા 11 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. આ સાથે જ તેમની બોટ પણ કબજે કરી લીધી છે. શરૂઆતી તપાસમાં પકડાયેલા માછીમારોને આગળની કાયદાકીય કાર્યવાહી માટે ડોક્સ પોલીસ કરાચીને સોંપી દેવામાં આવ્યા છે.