ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાને પાકિસ્તાની તાલિબાન સાથે એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી - Relations between Afghanistan and Pakistan

ગયા મહિને શરૂ થયેલી સરકાર અને TTP વચ્ચે શાંતિ વાટાઘાટો વચ્ચે આ સમજૂતી થઈ છે. ચૌધરીએ કહ્યું કે જો મંત્રણા ચાલુ રહેશે તો યુદ્ધવિરામ લંબાવી શકાશે.

પાકિસ્તાને પાકિસ્તાની તાલિબાન સાથે એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી
પાકિસ્તાને પાકિસ્તાની તાલિબાન સાથે એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી

By

Published : Nov 9, 2021, 7:52 AM IST

  • પાકિસ્તાની તાલિબાન સાથે એક મહિનાના યુદ્ધવિરામ
  • સરકાર-TTP વચ્ચે શાંતિ વાટાઘાટોની સમજૂતી થઈ
  • બંને પક્ષો યુદ્ધવિરામનું પાલન કરશે

ઈસ્લામાબાદ: પાકિસ્તાની(Pakistan) સત્તાવાળાઓએ સોમવારે છેલ્લા 14 વર્ષોમાં સુરક્ષા દળો અને નાગરિકો પરના અનેક હુમલાઓ માટે જવાબદાર એક મોટા આતંકવાદી સંગઠન(Terrorist organization) સાથે એક મહિનાના યુદ્ધવિરામની સોમવારે જાહેરાત કરી હતી.

પાકિસ્તાન TTP વચ્ચે યુદ્ધવિરામ

સરકારના પ્રવક્તા ફવાદ ચૌધરીએ ટ્વિટર કર્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે વડાપ્રધાન ઇમરાન ખાન(PM Imran Khan) અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન TTP વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત કરવામાં મદદ કરી. આ ઉપરાંત ગયા મહિને શરૂ થયેલી સરકાર અને TTP વચ્ચે શાંતિ વાટાઘાટો વચ્ચે આ સમજૂતી થઈ છે. ચૌધરીએ કહ્યું કે જો મંત્રણા ચાલુ રહેશે તો યુદ્ધવિરામ લંબાવી શકાશે.

એક નિવેદનમાં ટીટીપીના પ્રવક્તા મોહમ્મદ ખુરાસાનીએ પુષ્ટિ કરી કે 9 નવેમ્બરે શરૂ થયેલો યુદ્ધવિરામ 9 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે, જે દરમિયાન બંને પક્ષો વાતચીત ચાલુ રાખવા માટે એક સમિતિની રચના કરશે અને બંને પક્ષો યુદ્ધવિરામનું પાલન કરશે.

આ પણ વાંચોઃ અંબાણીના ઘરની બહાર બે શંકાસ્પદ વ્યક્તિ દેખાતા સુરક્ષા વધારાઈ

આ પણ વાંચોઃ BJPના એક દાવથી વિપક્ષ ઘૂંટણિયે, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ પર મમતા-રાહુલની બોલતી બંધ કેમ થઈ ગઈ?

ABOUT THE AUTHOR

...view details