- પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે કરાચીમાં ગ્રેનેડ હુમલો
- હુમલામાં 13 લોકોના મોત
- ગ્રેનેડ વાહનના ફ્લોર પર પડતા વિસ્ફોટ થયો
કરાચી : શનિવારે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે કરાચીમાં ગ્રેનેડ હુમલો થયો હતો. કરાચી શહેરના બલદિયા ટાઉનના માવાચ ગોથ વિસ્તાર પાસે ટ્રક પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચાર બાળકો સહિત 13 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
હુમલાખોરો મોટરસાઈકલ પર સવાર
આતંકવાદ વિરોધી વિભાગ (CTD) ના વરિષ્ઠ અધિકારી રાજા ઉમર ખત્તાબે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તે ગ્રેનેડ હુમલો હતો. એક એહવાલ મુજબ, ગ્રેનેડ વાહનના ફ્લોર પર પડતા વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, હુમલાખોરો મોટરસાઈકલ પર સવાર હતા.
આ પણ વાંચો : અફઘાન રાષ્ટ્રપતિએ રેડિયો સંદેશમાં દેશવાસીઓને ખાતરી આપી, કહી આ મોટી વાતો