ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાન અવિશ્વાસ પ્રસ્તાવ: એક અજેય યુદ્ધ લડી રહ્યા છે પીએમ ઈમરાન ખાન - पाकिस्तान में प्रधानमंत्री के खिलाफ अविश्वास प्रस्ताव

પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય અસ્થિરતા વધવાની આશંકા છે. વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષી દળોના અવિશ્વાસ પ્રસ્તાવ (pak no confidence motion ) વચ્ચે તેમની પોતાની પાર્ટી- પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)માં પણ બળવાના અહેવાલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 20થી વધુ સાંસદોએ ઈમરાન વિરુદ્ધ વિદ્રોહી વલણ અપનાવ્યું છે. કેટલાક સાંસદોને નોટિસ મોકલવામાં આવી હોવાના અહેવાલો પણ છે. પાકિસ્તાનના એક વિશ્લેષકનું માનવું છે કે, ઈમરાન ખાન એવી લડાઈ લડી રહ્યા છે જે જીતી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનના 19માં પીએમ ઈમરાન ખાનના ભવિષ્ય પર સસ્પેન્સ યથાવત છે.

પાકિસ્તાન અવિશ્વાસ પ્રસ્તાવ: એક અજેય યુદ્ધ લડી રહ્યા છે પીએમ ઈમરાન ખાન
પાકિસ્તાન અવિશ્વાસ પ્રસ્તાવ: એક અજેય યુદ્ધ લડી રહ્યા છે પીએમ ઈમરાન ખાન

By

Published : Mar 20, 2022, 1:07 PM IST

Updated : Mar 20, 2022, 2:26 PM IST

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાનને આ મહિને અવિશ્વાસ પ્રસ્તાવ (pak no confidence motion )નો સામનો કરવો પડશે. આ સપ્તાહમાં ગમે ત્યારે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા પાકિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતા જેવી સ્થિતિ છે. પાકિસ્તાનના એક વિશ્લેષકે દલીલ કરી છે કે, ઈમરાન ખાન જે લડાઈ લડી રહ્યા છે તે 'અનજીતી શકાય તેવું યુદ્ધ' લાગે છે.

ઓગસ્ટ 2018માં સત્તા: તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2018માં સત્તામાં આવેલા ઈમરાન ખાન (pak pm imran khan )ના કાર્યકાળમાં લગભગ 17 મહિના બાકી છે. ઈમરાનની પાર્ટી- પીટીઆઈ, જેણે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી 2018માં 156 બેઠકો જીતી હતી, તેણે મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM) અને બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP) સાથે મળીને સરકાર બનાવી હતી.

અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ: વાસ્તવમાં પાકિસ્તાનના વિપક્ષી રાજકીય પક્ષોએ ઈમરાન ખાનને હટાવવા માટે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ કરી છે. અહેવાલો અનુસાર, ઇમરાન ખાનની આગેવાની હેઠળની સત્તાધારી પાર્ટી- PTIએ હિંસા કરવાની ધમકી આપી છે. બે સંસદસભ્યો (સાંસદો)ની પણ થોડા સમય માટે અટકાયત કરવામાં આવી છે. દરમિયાન, વિપક્ષનું કહેવું છે કે, સોમવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે.

પાકિસ્તાનમાં પીટીઆઈની સરકારનું ભાવિ શું હશે? અંતિમ પરિણામ હજુ 10 દિવસ દૂર છે, કારણ કે ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તારીખ નજીક આવી રહી છે. હુસૈનના મતે, જેઓ પક્ષપાતી ગુસ્સાથી આંધળા નથી થયા તેમના માટે આજની ઘટનાઓ એકદમ સ્પષ્ટ છે. અવિશ્વાસની દરખાસ્ત, તેમની પાર્ટી-પીટીઆઈના સભ્યો દ્વારા વિશ્વાસઘાત અને સાથી પક્ષો સાથે વિશ્વાસઘાત જેવી ઘટનાઓ એકાએક વાદળ ફાટવા જેવી ઘટનાઓ સામે આવી નથી.

પાકિસ્તાન અવિશ્વાસ પ્રસ્તાવ: એક અજેય યુદ્ધ લડી રહ્યા છે પીએમ ઈમરાન ખાન

પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન: મતદાન દરમિયાન, વડા પ્રધાન ઇમરાન ખાને એક ટ્વિટમાં પીટીઆઈ કાર્યકરોને સંદેશ આપ્યો. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું- @ImranKhanPTI, મારા કાર્યકર્તાઓ અને સમર્થકોને સંદેશઃ આપણા દેશના ગદ્દાર અને દેશદ્રોહી જાળમાં ફસાઈ રહ્યા છે. આ પછી, તેણે અન્ય એક ટ્વિટમાં 27 માર્ચની તારીખનો ઉલ્લેખ કર્યો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 7 માર્ચે ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થઈ શકે છે.

દરખાસ્ત પાછી ખેંચવાની ઓફરને ફગાવી દીધી: ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વિરોધ પક્ષોએ 8 માર્ચે નેશનલ એસેમ્બલી સચિવાલયમાં ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઈમરાન ખાન સરકારે અવિશ્વાસ પ્રસ્તાવના પતનનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિપક્ષને ખાતરી છે કે, તેઓ ઈમરાન ખાનને સત્તા પરથી ઉથલાવી દેશે. ઈમરાન ખાનના રાજીનામાની માંગ વિપક્ષી દળોએ સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સરકારની વડાપ્રધાન ઈમરાન સામેની અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવાની ઓફરને ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જ્યારે ઈમરાન તેમના રાજીનામાની જાહેરાત કરશે ત્યારે જ પ્રસ્તાવ પાછો ખેંચવામાં આવશે.

ઈમરાન ખાન ઈતિહાસ રચવાના ઉંબરે: નોંધનીય છે કે જો અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનની સરકાર પડી જશે તો પાકિસ્તાનના ઈતિહાસમાં આ પહેલી ઘટના હશે. આ પહેલા પાકિસ્તાનમાં વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના કારણે બીજી કોઈ સરકાર પડી નથી. બીજી તરફ જો ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવશે તો ઈમરાન વધુ એક ઈતિહાસ રચે તેવી શકયતા છે. કારણ કે, તેમના કાર્યકાળના 17 મહિના બાકી છે અને આજ સુધી કોઈ પાકિસ્તાની વડાપ્રધાને તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. આવી સ્થિતિમાં ઈમરાન પાંચ વર્ષ સુધી ખુરશી પર બિરાજનાર પ્રથમ પીએમ પણ બની શકે છે. જો કે, પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિ જોતાં આ શક્યતા માત્ર કાલ્પનિક જ લાગે છે.

Last Updated : Mar 20, 2022, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details