ગુજરાત

gujarat

ETV Bharat / international

POKનો પાકિસ્તાનમાં વિલય કરવાનો કોઈ પ્રસ્તાવ નથીઃ પાકિસ્તાન - અફવા

POKને પાકિસ્તાનમાં વિલય કરવાના પ્રસ્તાવના સમાયારને પાકિસ્તાન સરકારે રદિયો આપ્યો હતો. હાલ POKને પાકિસ્તાનમાં ભેળવવામાં આવશે તેવી અફવા મીડિયામાં ચાલી રહી છે.

pak-foreign-ministry-on-merger-of-pok
POKનો પાકિસ્તાનમાં વિલય કરવાનો કોઈ પ્રસ્તાવ નથીઃ પાકિસ્તાન

By

Published : Feb 1, 2020, 11:03 AM IST

ઈસ્લામાબાદઃ POKને પાકિસ્તાનમાં ભેળવવામાં આવશે તેવી અફવા છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં ચાલી રહી છે. અફવા હતી કે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (POK)ને પાકિસ્તાનમાં વિલય કરવામાં આવશે, પરંતુ પાકિસ્તાન સરકારે આ અફવાને રદિયો આપ્યો છે.

પાકિસ્તાને કહ્યું કે, આવો કોઈ પ્રસ્તાવ નથી

ખાનગી મીડિયા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી POKનું વિલીનીકરણ પાકિસ્તાનમાં કરવામાં આવશે. ફારૂખ હૈદર ખાનના નિવેદન બાદ આ અફવાઓ શરૂ થઈ હતી. તેમને નિવેદન આપ્યું હતું કે, તેઓ POKના છેલ્લા વડાપ્રધાન હશે. મળતી માહિતી મુજબ, સરકાર એક અમલદારશાહી સેવા સમૂહનું નામ બદલ્યા બાદ આ અફવા વધુ ફેલાઈ હતી.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા આયશા ફારૂકે ગુરૂવારે નિવેદન આપતા કહ્યું કે, આવા કોઈ પ્રસ્તાવ પર કોઈ વિચારણા ચાલી રહી નથી. આ મીડિયાની અટકળો છે. ગિલગિત-બાલ્ટિસ્તાનના દરજ્જામાં ફેરબદલ કરવા નવા નિયમો લાવવા અંગેની વાતને પણ તેમણે રદિયો આપ્યો હતો. આ વિશે કોઈ પ્રતિક્રિયા આપીશ નહીં.

ABOUT THE AUTHOR

...view details