નવી દિલ્હી : વિદેશ મંત્રાલયે આ અંગે કહ્યું કે, પાકિસ્તાનથી ભારત આવેલા 11 પ્રવાસી હિન્દુઓના મોત અંગે પાકિસ્તાન ભારત વિરૂદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યો છે.
11 પ્રવાસી હિંદુઓના મોત મામલે પાકિસ્તાન પ્રચાર કરી રહ્યું છે: વિદેશ મંત્રાલય - ઇસ્લામાબાદ
ઇસ્લામાબાદમાં કેટલાક લોકોએ હિંદુ સમુદાયના હોવાનો દાવો કર્યો હતો અને પ્રદર્શન કર્યા હતા. રાજસ્થાનમાં પાકિસ્તાની હિન્દુ પ્રવાસીઓના એક જ પરિવારના 11 સભ્યોના મૃતદેહ મળતા આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે બાદ ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
ભારતે આ અંગે કહ્યું કે, હાલ ઇસ્લામાબાદમાં અમુક લોકો હિન્દુ સમુદાયના હોવાનો દાવો કરીને પ્રદર્શન કરી રહ્યા છે. રાજસ્થાનના જોધપુર જિલ્લામાં ઓગસ્ટમાં પાકિસ્તાની હિન્દુ પ્રવાસીઓના એક પરિવારના 11 સભ્યોના ખેતરમાંથી મૃતદેહ મળ્યા હતા. ભીલ સમુદાયના લોકો 2015માં પાકિસ્તાનના સિંધ પ્રાંતથી ભારત આવ્યા હતા.
ઇસ્લામાબાદમાં ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શનના પ્રશ્નના મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે," ઇન્ડિયન હાઈ કમિશન અને તેમાં કામ કરતા લોકોની સલામતી સુનિશ્ચિત કરવી તે પાકિસ્તાની અધિકારીઓની જવાબદારી છે. "