ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇસ્લામાબાદમાં બનશે કૃષ્ણ મંદિર, વિરોધ હોવા છતાં HCમાં અરજીઓ નામંજૂર - ઇસ્લામાબાદમાં બનશે કૃષ્ણ મંદિર

ઇસ્લામાબાદ હાઈકોર્ટે પાકિસ્તાનની રાજધાનીમાં મંદિરના નિર્માણ વિરુદ્ધ દાખલ ત્રણ અરજીઓને ફગાવી દીધી છે. ન્યાયાધીશ આમીર ફારૂકે ચૂકાદો આપતાં સ્પષ્ટતા કરી હતી કે મંદિર નિર્માણ માટે જમીન આપનારા હિન્દુ પંચાયત સંસ્થા પર કોઈ પ્રતિબંધ નથી. સંસ્થા તેના નાણાંનો ઉપયોગ મંદિર નિર્માણ માટે કરી રહી છે.

ઇસ્લામાબાદ
ઇસ્લામાબાદ

By

Published : Jul 8, 2020, 5:41 PM IST

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની એક અદાલતે રાજધાની ઈસ્લામાબાદમાં મંદિરના નિર્માણ વિરુદ્ધ દાખલ ત્રણ અરજીઓને ફગાવી દીધી છે. આ પછી, ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થઇ ગયો છે.

ઇસ્લામાબાદ હાઈકોર્ટની સિંગલ બેન્ચે મંગળવારે આ ચૂકાદો આપ્યો હતો. સિંગલ બેન્ચના ન્યાયાધીશ જસ્ટિસ આમીર ફારૂકે ચૂકાદો આપતાં સ્પષ્ટતા કરી હતી કે, મંદિર નિર્માણ માટે જમીન આપનારા હિન્દુ પંચાયત સંસ્થા પર કોઈ પ્રતિબંધ નથી. સંસ્થા તેના નાણાંનો ઉપયોગ મંદિર નિર્માણ માટે કરી રહી છે.

જણાવી દઈએ કે, ઇસ્લામાબાદ હાઈકોર્ટે સોમવારે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિર બનાવવાની યોજના છે. જે પ્રમાણે, ઇસ્લામાબાદના એન -9 વહીવટી વિભાગમાં 20,000 ચોરસ ફૂટના પ્લોટ પર મંદિરનું નિર્માણ કરવામાં આવશે. તાજેતરમાં જ ઇસ્લામાબાદમાં હિન્દુ મંદિરના પ્રથમ નિર્માણ માટે ભૂમિપૂજન કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details