ગુજરાત

gujarat

નેપાળ: વિપક્ષ બહુમતી મેળવવામાં નિષ્ફળ, ઓલી ફરીથી બન્યા વડાપ્રધાન

By

Published : May 14, 2021, 7:34 AM IST

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિરોધી પક્ષો બંધારણની કલમ 76 (2) હેઠળ સરકારની રચના માટેના દાવાની રજૂઆત કરવામાં નિષ્ફળ ગયા છે, ત્યારબાદ રાષ્ટ્રપતિ ભંડારીએ ગુરુવારે ​રાત્રે કલમ 76 (3) હેઠળ કેપી શર્મા ઓલી (69)ની ફરીવાર વડાપ્રધાન તરીકે નિમણૂક કરી છે.

નેપાળ: વિપક્ષ બહુમતી મેળવવામાં નિષ્ફળ, ઓલી ફરીથી બન્યા વડાપ્રધાન
નેપાળ: વિપક્ષ બહુમતી મેળવવામાં નિષ્ફળ, ઓલી ફરીથી બન્યા વડાપ્રધાન

  • સીપીએન-યુએમએલ પ્રમુખ ઓલીની વડાપ્રધાન તરીકે ફરીથી નિમણૂક કરાઇ
  • માઓવાદ (મધ્યમ) પાસે 49 બેઠકો છે
  • જેએસપીની ગૃહમાં 32 બેઠકો છે

કાઠમાંડૂઃનેપાળમાં આગામી સરકાર બનાવવા માટે વિરોધી પક્ષો બહુમતી પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા પછી ગુરુવારે રાત્રે નેપાળની સંસદમાં સૌથી મોટા રાજકીય પક્ષના નેતા તરીકે કેપી શર્મા ઓલીની દેશના વડાપ્રધાન તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી. પ્રતિનિધિ ગૃહમાં મહત્વપૂર્ણ વિશ્વાસ મત હાર્યાના ત્રણ દિવસ પછી, રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ 69 વર્ષીય સીપીએન-યુએમએલ પ્રમુખ ઓલીની વડાપ્રધાન તરીકે ફરીથી નિમણૂક કરી.

આ પણ વાંચોઃત્રીજી વખત મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બન્યા, વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા

શુક્રવારે શીતલ નિવાસ ખાતે એક સમારોહમાં પ્રમુખ ભંડારી ઓલીને પદ અને ગુપ્તતાના શપથ અપાશે

રાષ્ટ્રપતિ કાર્યાલયે ગુરુવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ ભંડારીએ નેપાળના બંધારણની કલમ 78 (3) મુજબ પ્રતિનિધિ ગૃહમાં સૌથી મોટા રાજકીય પક્ષના નેતા તરીકે ઓલીની ફરીથી વડા પ્રધાન તરીકે નિમણૂક કરી. શુક્રવારે શીતલ નિવાસ ખાતે એક સમારોહમાં પ્રમુખ ભંડારી ઓલીને પદ અને ગુપ્તતાના શપથ અપાશે.

ઓલીનો ફરી એકવાર દેશના વડાપ્રધાન બનવા માટેનો રસ્તો થયો સરળ

નોંધપાત્ર વાત એ છે કે, નેપાળી કોંગ્રેસ અને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદ સેન્ટ્રલ)ની વિપક્ષી ગઠબંધન આગામી સરકાર બનાવવા માટે બહુમતી મેળવવામાં નિષ્ફળ ગઈ, જેના પછી ઓલીનો ફરી એકવાર દેશના વડાપ્રધાન બનવા માટેનો રસ્તો સરળ થઇ ગયો હતો.

રાષ્ટ્રપતિ ભંડારીએ વિરોધી પક્ષોને સરકાર રચવા માટે ગુરુવારે રાત્રે 9 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો

ઓલી સોમવારે પ્રતિનિધિ ગૃહમાં વિશ્વાસનો મત સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા, ત્યારબાદ રાષ્ટ્રપતિ ભંડારીએ વિરોધી પક્ષોને સરકાર રચવા માટે ગુરુવારે રાત્રે 9 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબાને સીપીએન માઓવાદના અધ્યક્ષ પુષ્પકમલ દળ 'પ્રચંડ'નું સમર્થન મળ્યું હતું. પરંતુ તેઓ જનતા સમાજવાદી પાર્ટી (જેએસપી)નું સમર્થન મેળવવામાં નિષ્ફળ ગયા હતા.

નેપાળ કોંગ્રેસ પાસે નીચલા ગૃહમાં 61 બેઠકો છે

જેએસપીના પ્રમુખ ઉપેન્દ્ર યાદવે દેઉબાને સમર્થન આપવાની ખાતરી આપી હતી, પરંતુ પાર્ટીના અન્ય પ્રમુખ મહંત ઠાકુરે આ વિચારને નકારી દીધો હતો. નેપાળ કોંગ્રેસ પાસે નીચલા ગૃહમાં 61 બેઠકો છે અને માઓવાદ (મધ્યમ) પાસે 49 બેઠકો છે. આમ તેમની પાસે 110 બેઠકો છે, પરંતુ બહુમતીના આંકડા કરતા ઓછી છે. સરકાર બનાવવા માટે હાલમાં 136 મતોની જરૂરિયાત છે. જેએસપીની ગૃહમાં 32 બેઠકો છે. જો જેએસપીએ પોતાનું સમર્થન આપ્યું હોત તો દેઉબાને વડાપ્રધાન પદ માટે દાવો કરવાની તક મળી જતી.

275 સભ્યોવાળા ગૃહમાં યુએમએલની 121 બેઠકો છે

275 સભ્યોવાળા ગૃહમાં યુએમએલની 121 બેઠકો છે. ગુરુવારે કાર્યકારી વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને માધવ વચ્ચે સોદો થયા બાદ માધવ નેપાળ સ્થિત 28 સાંસદોએ તેમના સભ્યપદથી રાજીનામું ના આપવાનો નિર્ણય કર્યો હતો.

ઓલીએ માધવ સહિત ચાર યુએમએલ નેતાઓ સામે પગલા લેવાનો નિર્ણય પાછો લીધો

ઓલીએ માધવ સહિત ચાર યુએમએલ નેતાઓ સામે પગલા લેવાનો નિર્ણય પાછો લીધો અને તેમની માગણીઓ સ્વીકારવાની ખાતરી આપી. જો યુએમએલના સાંસદોએ રાજીનામું આપ્યું હોત, તો પ્રતિનિધિ ગૃહમાં સભ્યોની સંખ્યા ઘટીને 243 થઈ ગઈ હોત, જે હાલમાં 271 છે. આવી સ્થિતિમાં સરકાર બનાવવા માટે માત્ર 122 મતોની જરૂર પડી હોત.

નવી સરકારની રચના અંગે રાજકીય પક્ષોમાં ભારે હંગામો થયો હતો

અગાઉ નવી સરકારની રચના અંગે રાજકીય પક્ષોમાં ભારે હંગામો થયો હતો. માધવકુમાર નેપાળ-ઝાલાનાથ, ખનાલજૂથ સાથે સંકળાયેલા સીપીએન-યુએમએલના સાંસદ ભીમ બહાદુર રાવલે બન્ને નેતાઓની નજીકના સાંસદોને મંગળવારે નવી સરકારની રચના કરવા માટે સંસદ સભ્યપદથી રાજીનામું આપવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચોઃબંગાળમાં વિપક્ષના નેતા તરીકે શુભેન્દુ અધિકારીનું નામ ચર્ચામાં

અસાધારણ સમસ્યાઓના નિરાકરણ માટે અસાધારણ પગલા લેવાની જરૂર છે

રાવલે બુધવારે ટિ્‌વટ કર્યું હતું કે, ઓલીની આગેવાનીવાળી સરકારને પાડવા માટે તેમણે સંસદ સભ્યપદથી રાજીનામું આપવું જોઈએ. તેમણે લખ્યું છે કે, અસાધારણ સમસ્યાઓના નિરાકરણ માટે અસાધારણ પગલા લેવાની જરૂર છે. વડાપ્રધાન ઓલીને રાષ્ટ્રીય હિતો સામે વધારાના પગલા લેતા અટકાવવા માટે તેમની સરકારને પાડવી જરૂરી છે. આ માટે આપણે સંસદના સભ્યપદથી રાજીનામું આપવું જોઈએ. રાજકીય નૈતિકતા અને કાનૂની સિદ્ધાંતોની દ્રષ્ટિએ આવું કરવું યોગ્ય છે.

ABOUT THE AUTHOR

...view details