'એડવાન્સિસ ઇન એટમોસ્ફેરિક સાયન્સિ' જર્નલમાં પ્રકાશિત થયેલા અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું છે કે, છેલ્લા દસ વર્ષ વૈશ્વિક સમુદ્રના તાપમાનની દ્રષ્ટિએ સૌથી ગરમ હતા અને છેલ્લા પાંચ વર્ષમાં તો સૌથી વધુ ગરમ રહ્યા હતાં.
સંશોધનકારોના જણાવ્યા અનુસાર, વર્ષ 2019 માં સમુદ્રનું તાપમાન 1981-2010ના સરેરાશ તાપમાન કરતા 0.075 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. તેમણે જણાવ્યું હતું કે, આ તાપમાન સુધી પહોંચવા માટે સમુદ્રને 228 સેક્સટિલિયન જુલ ગરમીની જરૂર પડી હશે. સેક્સટિલિયન એટલે જેની પાછળ 21 શૂન્ય આવતા હોય છે.