- ઉત્તર કોરિયાએ ક્રુઝ મિસાઇલોનું કર્યું સફળ પરીક્ષણ
- 1500 કિમીના અંતરવાળી મિસાઇલોનું કર્યું સફળ પરીક્ષણ
- આ મિસાઇલો બનાવવા માટે 2 વર્ષથી તૈયારી ચાલી રહી હતી
- પરમાણુ હથિયાર સાથે પ્રયોગ કરવાના ઇરાદે તૈયાર કરવામાં આવી રહી છે
ન્યુઝ ડેસ્ક: ઉત્તર કોરિયાએ એકવાર ફરી લાંબા અંતરની ક્રુઝ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. તેણે કહ્યું કે, સપ્તાહમાં નવી તૈયાર કરેલી લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. અનેક મહિનાઓ બાદ આ પ્રકારની જાણકારીમાં આવનારું આ પહેલું ટેસ્ટિંગ છે. આનાથી એકવાર ફરી એ વાત ઊઠી રહી છે કે કેવી રીતે ઉત્તર કોરિયા અમેરિકાની સાથે પરમાણુ વાટાઘાટોમાં મડાગાંઠ વચ્ચે તે પોતાની સૈન્ય ક્ષમતાઓને વિસ્તૃત કરી રહ્યું છે. તાજેતરમાં ઉત્તર કોરિયાએ પોતાનો 73મો સ્થાપના દિવસ પણ ઉજવ્યો હતો.
પરમાણુ હથિયારો સાથે પ્રયોગ કરવાના ઇરાદે તૈયાર કરવામાં આવી મિસાઇલ
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ સોમવારના કહ્યું કે, ક્રુઝ મિસાઇલોએ શનિવાર અને રવિવારના ફ્લાઇટ ટેસ્ટ દરમિયાન 1500 કિમી દૂર આવેલા ટાર્ગેટને સફળતાપૂર્વક સાધ્યો હતો. આ મિસાઇલો 2 વર્ષથી તૈયાર કરવામાં આવી રહી હતી. ઉત્તર કોરિયાએ પોતાની નવી મિસાઇલોને મહાન મહત્વવાળું 'વ્યૂહાત્મક હથિયાર' ગણાવ્યું છે. આ રીતે આ મિસાઇલો કિમ જોંગ ઉનના દેશની સૈન્ય શક્તિને મજબૂત કરવાના આહ્વાનને પૂર્ણ કરે છે. આનો સીધો અર્થ એ થયો કે આ મિસાઇલોને પરમાણુ હથિયારની સાથે પ્રયોગ કરવાના ઇરાદે તૈયાર કરવામાં આવી રહી છે.
પરમાણુ ક્ષમતાને મજબૂત કરવાની પ્રતિજ્ઞા લીધી