ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીનની ચિંતા ઘટી, શુક્રવાર સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નહીં - oronavirus cases for third day in row in China

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ(NHC)એ શનિવારે જણાવ્યું છે કે, ચીનમાં શુક્રવાર સુધી ત્રણ દિવસમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો નથી. જો કે, કોરોનાથી પ્રભાવિત લોકોમાંથી વધી સાત લોકોના મોત થયા છે. ચીનમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 3,225એ પહોંચી છે.

China
China

By

Published : Mar 21, 2020, 2:45 PM IST

બીજિંગઃ ચીનમાં સતત ત્રીજા દિવસ સુધી કોરોના વાઈરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પંરતુ આ ઘાતક વાઇરસને લીધે ચીનમાં અત્યાર સુધીમાં 3,225 લોકોના મોત થયા છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ(NHC)એ કહ્યું કે, શુક્રવાર સુધી ચીનમાં કોરોનાને શિકાર એક પણ વ્યક્તિ થયો નથી.

આ સાથે જ NHCએ જણાવ્યું કે શુક્રવારે 7 લોકોના મોત થયા છે. આ સાતેય લોકોના મોત કોરોનાનુ કેન્દ્ર ગણાતા વુહાનમાં થયા છે. વધુમાં જણાવ્યું કે વિદેશથી આવેલા કોરોનાથી પ્રભાવિત લોકોની સંખ્યા 269 છે.

ABOUT THE AUTHOR

...view details