સિઓલ : ઉત્તર કોરિયામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો છે. આ બાબતને ગંભીરતાથી લઇને કિમ જોંગ ઉને પોલિત બ્યૂરોની તાકીદની બેઠક બોલાવી હતી. ત્યારબાદ તેણે કટોકટીની સ્થિતિ જાહેર કરી અને કીસોન્ગ શહેરમાં લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો.
ઉત્તર કોરિયામાં કોરોના સંક્રમણનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો - NKorea puts Kaesong
કોરોના વાઇરસની મહામારી શરૂ થયાના લગભગ 7 મહિના બાદ ઉત્તર કોરિયામાં સંક્રમણનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઇને તાનાશાહ કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાની નજીકના કીસોન્ગ શહેરને લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો.
ઉત્તર કોરિયામાં કોરોના સંક્રમણનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો
સરકારી માહિતી અનુસાર કોવિડ -19 પોઝિટિવ હોવાનો શંકાસ્પદ વ્યક્તિ ત્રણ વર્ષ પહેલા દક્ષિણ કોરિયા છોડીને ભાગી ગયો હતો. તેમજ 19 જુલાઇએ દક્ષિણ કોરિયાથી ગેરકાયદેસર રીતે સરહદ પાર કરતા એક વ્યકિતમાં કોવિડ-19નાં લક્ષણો મળી આવ્યા હતા. જે લોકો આ શંકાસ્પદ વ્યકિતના સંપર્કમાં આવ્યા છે. તે તમામને ક્વોરોન્ટાઇન કરવામાં આવશે. અત્યારસુધીમાં ઉત્તર કોરિયામાં એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી.