- ભારતમાં કોરોનાના વધતા જતા કેસને લઈને ન્યૂઝીલેન્ડ સરકારનો નિર્ણય
- 11થી 28 એપ્રિલ સુધી કોઈ ભારતીય નાગરિક ન્યૂઝીલેન્ડ પ્રવાસ નહિ કરી શકે
- આ સમય દરમિયાન ન્યૂઝીલેન્ડના પણ એકેય નાગરિક સ્વદેશ પરત નહિ ફરી શકે
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને ભારતથી આવતા લોકોને પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ દિવસો દરમિયાન ન્યૂઝીલેન્ડના નાગરિકો પણ તેમના દેશ પરત ફરી શકશે નહિ. ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડેને જાહેરાત કરી છે કે, 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી ભારતથી આવતા લોકો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આ નિયમો 11 એપ્રિલના રોજ ન્યુઝીલેન્ડમાં સાંજે 4 વાગ્યાથી લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો:જર્મનીના રાષ્ટ્રપતિએ કોરોનાની વેક્સિન લીધી
ભારતના વેક્સિન ઉત્પાદક દ્વારા વેક્સિન પહોંચાડવામાં વિલંબની ફરિયાદ