- કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ પ્રદેશોને ભારત પાસેથી લઈ લેશુંઃ ઓલી
- લિપુલેખ પાસ એ નેપાળ અને ભારત વચ્ચેનો વિવાદિત સરહદ વિસ્તા
- ભારત અને નેપાળ બંને કાલાપાનીને તેમના ક્ષેત્રનો અભિન્ન ભાગ ગણાવે
કાઠમંડુ:નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન (Former Prime Minister of Nepal KP Sharma Oli)અને મુખ્ય વિપક્ષ CPN-UMLના અધ્યક્ષ, કેપી શર્મા ઓલી(KP Sharma Oli)એ શુક્રવારે વચન આપ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તામાં આવે તો મંત્રણા દ્વારા કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ પ્રદેશોને ભારતમાંથી (India to Kalapani, Limpiyadhura and Lipulekh regions)"પાછા લઈ લેશું.'
નેપાળ અને ભારત વચ્ચેનો વિવાદિત સરહદ વિસ્તાર
લિપુલેખ પાસ એ નેપાળ અને ભારત વચ્ચેનો વિવાદિત સરહદવિસ્તાર(Disputed border between Nepal and India ), કાલાપાની નજીકનો એક દૂરસ્થ પશ્ચિમી બિંદુ છે. ભારત અને નેપાળ (Nepal and India )બંને કાલાપાનીને તેમના ક્ષેત્રનો અભિન્ન ભાગ ગણાવે છે. ભારત ઉત્તરાખંડના પિથોરાગઢ( Pithoragarh, Uttarakhand, India)જિલ્લાના ભાગ તરીકે અને ધારચુલા જિલ્લાના ભાગ તરીકે નેપાળનો દાવો કરે છે.
નેપાળની 10મી જનરલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં ઓલીએ દાવો કર્યો
કાઠમંડુથી 160 કિમી દક્ષિણે ચિતવનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળની(Communist Party of Nepal) 10મી જનરલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં ઓલીએ દાવો કર્યો હતો કે જો તેમનો પક્ષ ફરીથી સત્તામાં આવશે, તો તે "લિમ્પિયાધુરા, કાલાપાની દ્વારા ભારત સાથે વાત કરશે" અને લિપુલેખ જેવા વિવાદિત વિસ્તારને પરત લઈ લેશે. "અમે પડોશીઓ સાથે દુશ્મનાવટ કરીને નહીં પણ વાતચીત દ્વારા સમસ્યાઓ ઉકેલવાના પક્ષમાં છીએ.
ભારતે આ પગલા પર તીખી પ્રતિક્રિયા આપી
ઓલીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં CPN-UML એકમાત્ર સૌથી મોટી રાજકીય શક્તિ તરીકે ઉભરી આવશે. 8 મે, 2020 ના રોજ ભારતે ઉત્તરાખંડના લિપુલેખ પાસને ધારચુલાથી જોડતો 80 કિલોમીટર લાંબો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રસ્તો ખોલ્યો ત્યારથી દ્વિપક્ષીય સંબંધો તંગ બની ગયા. નેપાળે રસ્તો ખોલવાનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે તેના પ્રદેશમાંથી પસાર થાય છે. થોડા દિવસો પછી નેપાળે એક નવો નકશો રજૂ કર્યો જેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને તેના પ્રદેશો દર્શાવવામાં આવ્યા હતા. ભારતે આ પગલા પર તીખી પ્રતિક્રિયા આપી હતી.
નેપાળની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની સુરક્ષા માટે પ્રતિબદ્ધ
પોતાના સંબોધનમાં ઓલીએ કહ્યું કે તેમની પાર્ટી નેપાળની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. દરમિયાન, વિશેષ અતિથિ તરીકે ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા, વડા પ્રધાન શેર બહાદુર દેઉબાએ તમામ રાજકીય પક્ષોને દેશના વિકાસ માટે એકસાથે આવવા અને હાથ મિલાવવાની વિનંતી કરી.
આપણે સૌ દેશના વિકાસ માટે આગળ વધીએ
પરિષદની સફળતાની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે, 'અમે બધા બંધારણનો મુસદ્દો તૈયાર કરવાના હતા, હવે સમય આવી ગયો છે કે આપણે સૌ દેશના વિકાસ માટે આગળ વધીએ.' નેપાળના મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ ઉપરાંત બાંગ્લાદેશ, ભારત, કંબોડિયા અને શ્રીલંકા સહિતના વિવિધ દેશોના પક્ષોના પ્રતિનિધિઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને પૂર્વ મંત્રી હર્ષ વર્ધન (Former Minister Harsh Vardhan)એ વિદેશી પ્રતિનિધિઓમાં સામેલ હતા જેમણે જનરલ કોન્ફરન્સના ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ26/11 Mumbai terror Attacks: મુંબઈ હુમલાના દોષિતોને સજા કરવામાં મોડું થયુંઃ બ્લિંકન
આ પણ વાંચોઃCorona Situation In India : વડાપ્રધાન મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, કોરોના અને રસીકરણ પર ચર્ચા