કાઠમાંડૂઃ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે નેપાળના નવા નકશાનમાં સુધારો કરવાની પહેલ શરુ કરી છે. નેપાળના ગૃહના દસ્તાવેજોમાં દેશનો નવો રાજકીય નકશો અને બંધારણમાં સુધારો કરવાની દરખાસ્ત સામેલ છે. આ અગાઉ સરકારે 22 મેના રોજ સંસદમાં બિલ રજૂ કર્યું હતું. બિલમાં નેપાળના રાષ્ટ્રીય પ્રતીકમાં નેપાળના રાજકીય નકશામાં સુધારો કરવા અને બંધારણના સમયપત્રક 3માં સુધારો કરવાની માગ કરવામાં આવી હતી.
નેપાળ સરકારે દેશના નવા નકશાને સુધારવાની પહેલ કરી - મિન વિશ્વકર્મા
નેપાળમાં સત્તાધારી ઓલી સરકારે દેશના નવા નકશાને સુધારવા પહેલ કરી છે. નેપાળના ગૃહના દસ્તાવેજોમાં દેશનો નવો રાજકીય નકશો અને બંધારણમાં સુધારો કરવાની દરખાસ્ત સામેલ છે. આ અગાઉ ભારત સાથે સરહદ વિવાદ દરમિયાન નેપાળે તાજેતરમાં સુધારેલા રાજકીય અને વહીવટી નકશાને બહાર પાડ્યો હતો. જેમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ લીપુલેખ, કલાપાની અને લિમ્પીયાધુરા પ્રદેશોમાં દાવો કરવામાં આવ્યો હતો. ભારતે આ પગલાની સખત પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, કૃત્રિમ રીતે પ્રદેશના વિસ્તારનો સ્વિકાર કરવામાં આવશે નહીં.
આ અગાઉ સંસદમાં પ્રસ્તુત નેપાળના નવા રાજકીય નકશા સંબંધીત બિલ પર મુખ્ય વિપક્ષી દળ નેપાળી કોંગ્રેસે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં પક્ષમાં વોટ આપાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે પાર્ટી કાર્યાલયમાં CWCની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાઠમાંડૂ પોસ્ટે CWC સભ્ય મિન વિશ્વકર્માના માધ્યમથી કહ્યું કે, આ બિલને જ્યારે મતદાન માટે રજૂ કરવામાં આવશે, ત્યારે પાર્ટી તેને સમર્થન કરશે. નેપાળી કોંગ્રેસ પાસેથી મળતી માહિતી મુજબ, CWCની બેઠકમાં રાખવામાં આવેલો પ્રસ્તાવ બંધારણની કલમ 9(2) ત્રીજી સુચીમાં સામેલ રાજકીય નકશામાં સુધારો કરવા સાથે સંબંધિત છે.
ઉલ્લેખનીય છે કે, કાયદો, ન્યાય અને સંસદીય કાર્ય પ્રધાન શિવમાયા તુમ્બાહાંગફે બુધવારે બિલને સંસદમાં રજૂ કરવાના હતા. જો કે, બિલને નેપાળી કોંગ્રેસના અનુરોધ પર સદનની કાર્યવાહીની યાદીમાંથી હટાવવામાં આવ્યું હતું. કારણ કે, પાર્ટીએ CWCની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાનો હતો. નેપાળી બંધારણમાં સુધારો કરવા માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમત હોવું જરૂરી છે.