નવી દિલ્હીઃ નેપાળના વડાપ્રધાન કે.પી શર્મા ઓલીના રાજકીય ભવિષ્યના નિર્ણય માટે નેપાળની સત્તારુઢ કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાયી સમિતીની મહત્વની બેઠક સોમવારે યોજાવાની છે. આ પહેલા રવિવારે નેપાળી પીએમ ઓલી અને પુષ્પકમલ દહલ પ્રચંડની વચ્ચે બેઠક થઇ હતી. આ બેઠક પુરી થઇ છે. રવિવારે બપોરે આ બેઠકમાં કોઇ પણ નિર્ણય આવ્યો નથી. ઓલી અને દહલે સોમવારની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ પહેલા ફરી એકવાર મળવાનો નિર્ણય કર્યો છે. ઓલીની નિરંકુશ કાર્યશૈલી તથા તેના ભારત વિરોધી નિવેદનોને લઇને કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓમાં આપસી મતભેદ છે.
કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક પહેલા શનિવારે થવાની હતી, પરંતુ છેલ્લા સમયે બેઠકને સ્થગિત કરીને સોમવારે રાખવામાં આવી છે. આ બેઠક શનિવારે બાલૂવતારમાં વડા પ્રધાનના સરકારી આવાસ પર થવાની હતી. જેમાં પાર્ટીના અંદર જાહેર સંકટને ટાળવાના રસ્તાની તપાસ પર વિચાર થવાના હતા. હવે સ્થાયી સમિતિની બેઠક સોમવારે પ્રસ્તાવિત છે.