ગુજરાત

gujarat

ETV Bharat / international

નવાઝ શરિફની હાલત ગંભીર, પુત્રએ લગાવ્યો જેલમાં ઝેર આપવાનો આરોપ - Pakistans formal PM nawaz sharif

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરિફની હાલત ગંભીર થઈ ગઈ છે અને તેમના પુત્રએ આરોપ લગાવ્યો છે કે, તેમના પિતાને જેલમાં ઝેર આપવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, નવાબ શરિફ હાલના સમયે ભ્રષ્ટાચારના આરોપમાં લાહોરના કોટ લખપત જેલમાં બંધ છે.

nawaz sharif

By

Published : Oct 23, 2019, 10:15 PM IST

વિગતો મુજબ, નવાઝ શરિફના પુત્ર હુસૈન નવાબે આરોપ લગાવ્યો છે કે, તેના પિતાના શરીરમાંથી પ્લેટલેટ્સમાં ઘટાડો થવાનું કારણ ઝેર પણ હોય શકે છે.

મંગળવારના રોજ મળેલી વિગતો પ્રમાણે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાબના અધ્યક્ષ અને શરિફના ભાઈ શાહબાઝ શરિફે નવાઝ શરિફ સાથે મુલાકાત બાદ ટ્ટિટ કરીને કહ્યું કે, 'મેં આજે મારા ભાઈ સાથે મુલાકાત કરી. હું તેની ઝડપથી બગડતી હાલતથી ખૂબ જ ચિંતિત છું. સરકારે ઉદાસીનતા છોડી તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. હું આખા દેશને અપીલ કરું છું કે મિયાં સાહેબ માટે પ્રાર્થના કરે'

જો કે શરીફની તપાસ કરતા છ સભ્યોના મેડિકલ બોર્ડે તેની તપાસ કરી અને તેના શરીરમાં પ્લેટલેટ્સના ત્રણ મોટા યૂનિટને ચડાવ્યા.

ABOUT THE AUTHOR

...view details