લંડન: બ્રિટનના નાણા પ્રધાન તરીકે ભારતીય મૂળના રૂપિ સુનકની નિંમણુક કરવા અંગે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ટ્વિટ કર્યુ છે. તે સાથે રૂષિ ચર્ચામાં આવ્યા છે.
ઓક્સફોર્ડ અને સ્ટેનફોર્ડ જેવી ખ્યાતી ધરાવતી સંસ્થામાં ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલા રૂષિ 2015થી રાજનીતિમાં સક્રીય છે. અગાઉ પણ તે બ્રિટિશ નાણાપ્રધાનના મુખ્ય સહાયક તરીકે હોદ્દો સંભાળી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, બ્રિટનના નાણાપ્રધાન જાવિદ બ્રેક્ઝિટે એક અઠવાડીયા પહેલા રાજીનામું આપ્યુ હતું. તે આગામી મહિને વાર્ષિક બજેટ રજૂ કરવાના હતાં.
ઉલ્લેખનીય છે કે, રૂષિ ઇન્ફોસિસના સહ સ્થાપક નારાયણમૂર્તિના જમાઇ છે. ફેમેલીમાં તેના પિતા ડોક્ટર છે અને માતા કેમિસ્ટ તરીકે કામ કરી રહ્યાં છે.
ડિસેમ્બરમાં થયેલા સંસદીય ચૂંટણીમાં બહુમતીથી જીત્યા બાદ પ્રધાન બોરિસ જોનસને પોતાના મંત્રિમંડળમાં પહેલા ફેરબદલ કરી હતી.