ગુજરાત

gujarat

ETV Bharat / international

મ્યાનમારના સૈન્ય નેતાએ પોતાને વડાપ્રધાન જાહેર કર્યા, કહ્યું,2023 સુધી ચૂંટણી કરાવવાની યોજના બનાવી રહ્યા છીએ - દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો

મ્યાનમારમાં (Myanmar) દિવસેને દિવસે સ્થિતિ બગડી રહી છે. ત્યારે રવિવારે જનરલ મિન આંગ હલિંગે (General Min Ang Huling) જણાવ્યું હતું કે, તેઓ 2 વર્ષની અંદર 2023 સુધી દેશમાં ચૂંટણી કરાવવાની યોજના બનાવી રહ્યા છે. તે દરમિયાન સંકટના રાજકીય સમાધાન (Political compromise) માટે દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો (Southeast Asian countries)ની સાથે સહયોગ કરશે.

મ્યાનમારના સૈન્ય નેતાએ પોતાને વડાપ્રધાન જાહેર કર્યા, કહ્યું,2023 સુધી ચૂંટણી કરાવવાની યોજના બનાવી રહ્યા છીએ
મ્યાનમારના સૈન્ય નેતાએ પોતાને વડાપ્રધાન જાહેર કર્યા, કહ્યું,2023 સુધી ચૂંટણી કરાવવાની યોજના બનાવી રહ્યા છીએ

By

Published : Aug 2, 2021, 11:07 AM IST

  • મ્યાનમારમાં (Myanmar) દિવસેને દિવસે સ્થિતિ બગડી રહી છે
  • મ્યાનમારના જનરલ મિન આંગ હલિંગે (General Min Ang Huling) રવિવારે આપ્યું નિવેદન
  • જનરલે વર્ષ 2023 સુધી દેશમાં ચૂંટણી (Election) કરાવવાની યોજના બનાવી રહ્યા હોવાનું જણાવ્યું

નાએપ્યીડોઃ મ્યાનમારમાં દિવસેને દિવસે સ્થિતિ બગડી રહી છે. ત્યારે રવિવારે જનરલ મિન આંગ હલિંગે જણાવ્યું હતું કે, તેઓ 2 વર્ષની અંદર 2023 સુધી દેશમાં ચૂંટણી કરાવવાની યોજના બનાવી રહ્યા છે. તે દરમિયાન સંકટના રાજકીય સમાધાન (Political compromise) માટે દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો (Southeast Asian countries)ની સાથે સહયોગ કરશે. મ્યાનમારમાં લશ્કરી બળવા પછી લોહીયાળ સંઘર્ષ હજી પણ ચાલુ છે. આ તમામની વચ્ચે મ્યાનમારના સૈન્ય નેતા મિન આંગ હલિંગે પોતાને જ વડાપ્રધાન જાહેર કર્યા છે.

આ પણ વાંચોઃમ્યાનમારમાં સૈન્ય અથડામણમાં વધુ 25 લોકોના મોત

રાજકીય સમાધાન માટે દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોની સાથે સહયોગ કરીશુંઃ સૈન્ય નેતા

મ્યાનમારના સૈન્ય નેતા મિન આંગ હલિંગે રવિવારે જણાવ્યું હતું કે, તેઓ 2 વર્ષની અંદર વર્ષ 2023 સુધી દેશમાં ચૂંટણી કરાવવાની યોજના બનાવી રહ્યા છે. તે દરમિયાન સંકટના રાજકીય સમાધાન માટે દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોની સાથે સહયોગ કરશે. તેમણે એ પણ કહ્યું હતું કે, આપણે સ્વતંત્ર અને નિષ્પક્ષ બહુદળીય ચૂંટણી કરાવવા માટે સ્થિતિ બનાવવી જોઈએ. આપણે આ અંગે તૈયારી કરવી પડશે. હું આ સમયગાળામાં બહુદળીય ચૂંટણી કરાવવાનું વચન આપું છું.

આ પણ વાંચોઃમ્યાનમાર: સૈન્ય કાર્યવાહીમાં 840 લોકો માર્યા ગયા

સમગ્ર દેશમાં સૈન્ય શાસનના વિરોધમાં અવાજ ઉઠી રહ્યો છે

મિન આંગ હલિંગની જાહેરાત મ્યાનમારની લોકશાહી રૂપથી ચૂંટેલી સરકારના લશ્કરી બળવાને ઉખાડી ફેંકવાના 6 મહિના પછી આવી છે. સમગ્ર દેશમાં સૈન્ય શાસનના વિરોધમાં અવાજ ઉઠી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, મ્યાનમારની સેનાએ ફેબ્રુઆરીમાં પોતાના લોકશાહી રૂપથી ચૂંટેલી સરકારને ઉખાડી ફેંકી હતી. સૈન્ય બળવા કરતા એ દાવો કરવામાં આવ્યો હતો કે, ચૂંટણી દગાબાજીથી થઈ હતી. મ્યાનમારના પદભ્રષ્ટ નેતા આંગ સાન સૂ કી (Myanmar's ousted leader Aung San Suu Kyi)ની પાર્ટીએ ચૂંટણી જીતી હતી. તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની ઉપર ગેરકાયદે વોકી-ટોકી રેડિયો રાખવા અને કોરોના નિયમોના ઉલ્લંઘન સહિત અનેક ગુનાઓના આરોપ લગાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details