બેંગકોક: સૈન્ય શાસિત મ્યાંમાર(military ruled myanmar)માં એક સત્તાથી બેદખલ કરવામાં આવેલી નેતા આંગ સાન સૂ ચીની વિરુદ્ધ 2 આરોપો પર પોતાનો ચુકાદો સોમવારના ટાળી દીધો. સૂ ચી પર સત્તાવાર પ્રક્રિયાઓનું પાલન કર્યા વગર વૉકી-ટૉકી રાખવા અને તેની આયાત કરવાનો આરોપ છે. આ કેસ (Myanmar Suu Kyi Case)ની જાણકારી રાખનારા એક અધિકારીએ આ જણાવ્યું હતું.
સૂ ચીની અને તેમની પાર્ટીના ટોચના સભ્યોની ધરપકડ થઈ હતી
આ કેસમાં મ્યાંમાર સેનાના એક ફેબ્રુઆરીના રોજ સત્તા પર કબજો જમાવ્યા બાદથી 76 વર્ષિય નોબેલ પુરસ્કાર વિજેતા (nobel prize winner aung san suu kyi)ની વિરુદ્ધ રાજધાની નેપીતાની અદાલતમાં નોંધાયેલા અનેક કેસોમાંથી એક છે. સેનાએ સૂ ચીની ચૂંટાયેલી સરકારને સત્તાથી હટાવી (suu kyi government overthrown) દીધી હતી અને તેમની નેશનલ લીગ ફોર ડેમોક્રેસી પાર્ટી (national league for democracy myanmar)ના ટોચના સભ્યોની ધરપકડ કરી હતી.
100થી વધારે વર્ષોની જેલની સજા થઈ શકે છે
કાયદા અધિકારીએ ગોપનીયતાની શરતો પર જણાવ્યું કે, અદાલતે 10 જાન્યુઆરી સુધી ચુકાદો ટાળવાનું કોઇ કારણ જણાવ્યું નથી. સૂ ચીની પાર્ટી ગત સામાન્ય ચૂંટણીઓમાં મોટી (myanmar election 2020) જીત મેળવી હતી, પરંતુ સેનાએ કહ્યું કે, ચૂંટણીમાં મોટા પ્રમાણમાં છેડછાડ થઈ. જો કે સ્વતંત્ર ચૂંટણી દેખરેખ સંસ્થાને આ દાવા પર શંકા છે. સૂ ચીના સમર્થકો અને સ્વતંત્ર નિષ્ણાતોનું કહેવું છે કે તેમની વિરુદ્ધ તમામ આરોપો રાજનીતિથી પ્રેરિત છે. જો તેઓ તમામ આરોપોમાં દોષી ઠેરવાય છે તો તેમને 100થી વધારે વર્ષોની જેલની સજા થઈ શકે છે.
કોવિડ-19ના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા અને લોકોને ઉશ્કેરવા માટે 4 વર્ષની સજા
લોકશાહી સમર્થક નેતા સૂ ચીને 6 ડિસેમ્બરના અન્ય આરોપો-કોવિડ 19 પ્રોટોકોલનું (covid-19 guidelines myanmar) ઉલ્લંઘન કરવા તથા લોકોને આનું ઉલ્લંઘન કરવા માટે ઉશ્કેરવાના દોષી ઠેરવવામાં આવ્યા અને 4 વર્ષની સજા સંભળાવી. સજા સંભળાવ્યા બાદ સૈન્ય સરકારના પ્રમુખે તેમની સજા અડધી કરી દીધી. તેમને સેનાએ એક અજ્ઞાત સ્થળે રાખ્યા છે. સરકારી ટેલીવિઝન પ્રમાણે, તેઓ પોતાની સજા ત્યાં જ કાપશે.
આ પણ વાંચો: Nobel Peace Prize Winner List 2021: નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ડેસમન્ડ ટૂટુનું 90 વર્ષની વયે અવસાન, સંપૂર્ણ સમાચાર વાંચો
આ પણ વાંચો: ARMED GROUPS ATTACK IN BURKINA FASO: આફ્રિકાના બુર્કિના ફાસોમાં ઉગ્રવાદીઓનો હુમલો, 41ના મોત