ગુજરાત

gujarat

ETV Bharat / international

મ્યાનમારમાં સત્તાપલટ બાદનો 'લોહિયાળ દિવસ', લગભગ 100 લોકોના મોત - મ્યાનમાર

મ્યાનમાર સેનાએ શનિવારે દેશની રાજધાનીમાં પરેડ સાથે વાર્ષિક સશસ્ત્ર દળની રજાની ઉજવણી કરી હતી. તે જ સમયે, ગત મહિને થયેલી સત્તાપલટ સામેના વિરોધને દબાવવા માટે દેશના અન્ય વિસ્તારોમાં સૈનિકો અને પોલીસકર્મીઓ દ્વારા ડઝનેક લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

Myanmar
Myanmar

By

Published : Mar 28, 2021, 9:53 AM IST

  • મ્યાનમારમાં સત્તાપલટ બાદ સૌથી વધુ 'લોહિયાળ દિવસ'
  • સમગ્ર ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક નિંદા
  • શનિવારના દિવસે થયેલા વિરોધ પ્રદર્શનો અત્યારસુધીના સૌથી લોહીયાળ વિરોધ પ્રદર્શન

યાંગૂન: યાંગૂનમાં વર્તમાન મૃત્યુઆંક અંગે માહિતી એકઠા કરનારા એક સ્વતંત્ર સંશોધનકારે શનિવાર સાંજ સુધીમાં મૃત્યું પામેલા 93 લોકોનો આંકડો આપ્યો હતો. મૃતકો આશરે બે ડઝન શહેરો અને નગરોના હતા. આ આંકડાઓ તેને સત્તાપલટ બાદના સૌથી લોહિયાળ દિવસોમાંનો એક બનાવે છે.

મ્યાનમારમાં સત્તાપલટ બાદનો 'લોહિયાળ દિવસ'

સમગ્ર ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક નિંદા

મીડિયા અનુસાર મૃત્યુઆંક સો નજીક પહોંચી ગયો છે. આ બન્ને આંકડા સત્તાપલટ બાદના પહેલાના દિવસે થયેલા મૃત્યુમાં સૌથી વધુ 14 માર્ચના આંકડા કરતા વધુ છે. તે સમયે મૃતકોની સંખ્યા 74 અને 90ની વચ્ચે હોવાનું જણાવાયું હતું.

મ્યાનમારમાં સત્તાપલટ બાદનો 'લોહિયાળ દિવસ'

આ પણ વાંચો: લશ્કરી બળવા પછી મ્યાનમારમાં વિરોધ અને પ્રાર્થના

શનિવારના દિવસે થયેલા વિરોધ પ્રદર્શનો અત્યારસુધીના સૌથી લોહીયાળ વિરોધ પ્રદર્શન

એસોસિએટેડ પ્રેસ સ્વતંત્ર રીતે આ મોતના આંકડાને પુષ્ટિ આપતું નથી. આ હત્યાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક નિંદા કરવામાં આવી રહી છે અને મ્યાનમારમાં અનેક રાજદ્વારી મિશન દ્વારા શનિવારે બાળકો સહિતના નાગરિકોની હત્યાનો ઉલ્લેખ કરનારા નિવેદનો બહાર પાડવામાં આવ્યા છે.

મ્યાનમારમાં સત્તાપલટ બાદનો 'લોહિયાળ દિવસ'

આ પણ વાંચો: મ્યાનમાર ચૂંટણીમાં શાસક પક્ષ એનએલડીએ બહુમતી મેળવવાનો દાવો કર્યો

મ્યાનમારમાં સત્તાપલટ બાદનો 'લોહિયાળ દિવસ'

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર શનિવારે જે વિરોધ પ્રદર્શનો થયાં એ અત્યારસુધીના સૌથી લોહીયાળ વિરોધ પ્રદર્શન છે. આ અગાઉ મ્યાનમારની સેનાના પ્રમુખ મિન આંગ લાઇંગે શનિવારે નેશનલ ટેલિવિઝન પર સંબોધનમાં કહ્યું કે, તેઓ લોકશાહીની રક્ષા કરશે. એમણે વચન આપ્યું કે દેશમાં ચૂંટણી કરાવવામાં આવશે પરંતુ ચૂંટણી ક્યારે થશે એ અંગે એમણે કંઈ કહ્યું નથી. એમણે દાવો કર્યો કે, લોકશાહી રીતે ચૂંટાયેલાં નેતા આંગ સૂ કી અને એમની પાર્ટીએ ગેરકાયદે કૃત્યો કર્યા એટલે એમને સત્તામાં આવવું પડ્યું.

ABOUT THE AUTHOR

...view details