બેંગકોક: મ્યાનમારની એક અદાલતે પદભ્રષ્ટ નેતા (Myanmar's ousted leader) આંગ સાન સૂ કીને (Aung San Suu Kyi) ગેરકાયદેસર રીતે વોકી- ટોકીની આયાત કરવા બદલ (Suu Kyi Illegal walkie-talkie imports) દોષિત ઠેરવ્યા છે. આ સિવાય સુ કી પર કોરોના વાઈરસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે. સોમવારે દોષિત ઠર્યા બાદ સુ કીને વધુ ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં (Myanmar court Suu Kyi four rears jail) આવી હતી. એક કાનૂની અધિકારીએ આ જાણકારી આપી છે.
સેનાએ સત્તા કબજે કરી
ઉલ્લેખનીય છે કે, સુ કીને ગયા મહિને અન્ય બે આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. દોષિત સુ કીને ચાર વર્ષની જેલની સજા આપવામાં આવી હતી, જે પાછળથી સૈન્ય- સ્થાપિત સરકારના વડા દ્વારા અડધી કરી દેવામાં આવી હતી. ગત ફેબ્રુઆરીમાં મ્યાનમારના સૈન્ય બળવા (Myanmar military coup) બાદથી આંગ સાન સૂ કી વિરુદ્ધ (Myanmar Suu Kyi Case) લગભગ એક ડઝન કોર્ટ કેસ સામે આવ્યા છે. ચૂંટાયેલી સરકારને હટાવ્યા બાદથી સેના સૂ કી પર સતત ગંભીર આરોપો લગાવી રહી છે.