ગુજરાત

gujarat

ETV Bharat / international

મ્યાનમારના સૈનિકોએ રોહિંગ્યા વિરુદ્ધ અત્યાચારની પુષ્ટિ કરી : માનવાધિકાર જૂથ - નરસંહાર

માનવાધિકાર જૂથે દાવો કર્યો છે કે, મ્યાનમાર સેનાના બે સૈનિકોએ સેના છોડ્યા બાદ એક વીડિયો બહાર પાડ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, અધિકારીઓને રોહિંગ્યા મુસ્લિમોને ગોળીબાર કરવાની સૂચના મળી હતી.

Rohingya
મ્યાનમારના સૈનિકોએ રોહિંગ્યા વિરુદ્ધ અત્યાચારની પુષ્ટિ કરી : માનવાધિકાર જૂથ

By

Published : Sep 9, 2020, 3:06 PM IST

બેંગ્કોક : મ્યાનમારની સેના છોડનાર બે સૈનિકોએ એક વીડિયોમાં અધિકારીઓ પાસેથી આ નિર્દશ મળવાની વાતને સ્વીકારી છે કે, જે પણ ગામમાં રોહિંગ્યા રહે છે. ત્યાં જેટલા પણ જોવા મળે તે બધાંને ગોળીઓ ચલાવીને મારી નાખો. આ દાવો મંગળવારે એક માનવાધિકાર સમૂહે કર્યો હતો.

આ ટિપ્પણી બૌદ્ધ બહુમતી મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાન વિરૂદ્ધ સેના દ્વારા નિર્દેશિત નરસંહાર, દુષ્કર્મ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા સૈનિકો દ્વારા સાર્વજનિક સ્વિકૃતિ હોવાનું પ્રતીત થાય છે.

રખાઇન પ્રાંતમાં રોહિંગ્યા વિદ્રોહીની વિરૂદ્ધ મ્યાનમારની સેનાના અભિયાનથી બચવા માટે ઓગષ્ટ 2017 બાદ 700,000થી વધુ રોહિંગ્યા મ્યાનમારથી ભાગીને પડોશી દેશ બાંગ્લાદેશ ચાલ્યા ગયા છે. મ્યાનમારની સરકારે આ આરોપોથી ઇન્કાર કરી દીધો હતો કે, સુરક્ષા બળોએ સામૂહિક દુષ્કર્મ અને હત્યાઓ કરી હજારો ઘરો બાળી નાખ્યા હતા.

મ્યાનમાર પર ધ્યાન કેન્દ્રીત કરનારા સમૂહ ફોટિફાઇ રાઇટસે કહ્યું કે, પાછલા મહીને બે સૈનિક દેશ છોડીને ભાગી ગયા અને માનવામાં આવી રહ્યું છે કે, નેધરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયની કસ્ટડીમાં છે. જે રોહિગ્યા વિરૂદ્ધ હિંસાની તપીસ કરી રહ્યા છે. બન્ને સૈનિકો વિશે પૂછવામાં આવતા આઇસીસીના એક પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે, અમારી પાસે કોઇપણ નવો વ્યકિત કસ્ટડીમાં નથી.

ABOUT THE AUTHOR

...view details