ગુજરાત

gujarat

ETV Bharat / international

શ્રીલંકામાં 8 સીરિયલ બ્લાસ્ટમાં 207 લોકોના મોત, 450 ઘાયલ - blast

કોલબો: શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના ઘણા ભાગોમાં એક પછી એક બોમ વિસ્ફોટ થયો છે. મળતી વિગતો પ્રમાણે ખ્રિસ્તીના પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે આંતકીઓએ ચર્ચને નિશાન બનાવી આ હુમલો કર્યો છે. આ વિસ્ફોટમાં કોલંબો પોર્ટના કોચીકર્ડ ચર્ચમાં થયો છે, અને બીજો હુમલો પુત્તલમની પાસે સેન્ટ સબૈસ્ટિયન ચર્ચની અંદર થયો છે. આ બ્લાસ્ટમાં 35 વિદેશીઓ સહિત મૃતકોની સંખ્યા 207ને પાર પહોંચી છે.

સૌજન્ય/ANI

By

Published : Apr 21, 2019, 10:23 AM IST

Updated : Apr 22, 2019, 2:55 AM IST

સવારે 6 સ્થળો પર થયેલા 7 શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ બાદ વધુ એક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે અત્યાર સુધીમાં કુલ 207 કરતા પણ વધારો લોકોના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે સરેરાશ 450 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા છે.

કોચીકર્ડ ચર્ચ
બ્લાસ્ટમાં 207 લોકોના મોત

શ્રીલંકામાં ચર્ચ અને હોટલ પર થયેલ હુમલાની PM મોદીએ નિંદા કરી છે. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે શ્રીલંકામાં થયેલા ભયાનક વિસ્ફોટની નિંદા કરું છું. આપણા ક્ષેત્રમાં આવી બર્બરતા માટે કોઈ જગ્યા નથી. ભારત શ્રીલંકાના લોકો એક સાભે એકજૂટતાથી સાથે ઉભા છે.

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યું કે, શ્રીલંકાની ચર્ચોમાં ત્રણ બોંમ બ્લાસ્ટ થયા છે. કોંલકો ચર્ચ, નૈગોંબો અને બટ્ટિકલોબામાં થયા છે. ત્રણ બ્લાસ્ટ કોંલબોની હોટલ શાંગરી લા, કિંગ્સબરીમાં વિસ્ફોટ થયા છે.

આ હુમલામાં ઘણા લોકોના હતાહત થવાના સમાચાર છે. 207 લોકોના મોત અને 450 લોકો ઈજાગસ્ત થયા છે.

બટ્ટિકલોબા, નૈગોંબો અને કોલંબોની ચર્ચોમાં અને હોટલ શાંગરી લા અને કિંગ્સબરી સહિત હોટલોમાં થયેલા વિસ્ફોટ થયો છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટવીટ કરીને કહ્યું કે શ્રીલંકામાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે.

Last Updated : Apr 22, 2019, 2:55 AM IST

ABOUT THE AUTHOR

...view details