નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મંગળવારે ટેલિફોનિક ચર્ચા કરી હતી. જેમાં તેઓ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટેના ઉપાયો તેમજ સારવાર અને રસી વિશે ચાલી રહેલા સંશોધન વિશે સક્રિયપણે માહિતી શેર કરવા સંમત થયા હતાં.
કોરોના મુદ્દે PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે થઈ ચર્ચા, એકબીજાની મદદ માટે તૈયાર - કોરોના વાઈરસ ન્યૂઝ
દિવસેને દિવસે કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. જેમાં તેઓ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે કેટલાંક મહત્વના નિર્ણયો કર્યા હતાં. આ સાથે જ આ વાઈરસની રસી વિશે માહિતી શેર કરવા સંમત થયા હતાં.
આ અંગે વડાપ્રધાન મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને નેતાઓએ રોગચાળો દ્વારા સર્જાયેલી કટોકટીના ઘરેલું અને આંતરરાષ્ટ્રીય પાસાઓ પર ચર્ચા કરી હતી અને વર્તમાન પરિસ્થિતિમાં વૈશ્વિક સહયોગ અને એકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
કોવિડ -19 રોગચાળાને લીધે મોદીએ ફ્રાન્સમાં થયેલી જાનહાનીને લઈ મેક્રોન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે જ વાઈરસને ડામવાની આ લડતમાં ભારત તેમની સાથે હોવાનો દિલાસો આપ્યો હતો. આમ, જીવલેણ વાઈરસના ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન દ્વારા વૈશ્વિક મદદ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.