ગુજરાત

gujarat

By

Published : Dec 30, 2019, 10:38 AM IST

ETV Bharat / international

યેમેન: સૈન્ય પરેડ પર મિસાઈલ હુમલો, 6 સૈનિકો સહિત 9ના મોત

સના: યેમેનમાં એક સૈનિક પરેડ દરમિયાન મિસાઈલ હુમલો થયો હતો. જેમાં 6 સૈનિકો અને 3 બાળકોના મોત થયા છે, જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા છે.

ETV BHARAT
સૈન્ય પરેડ પર મિસાઈલ હુમલો

યેમેનમાં દક્ષિણી અલગાવવાદી સમૂહના એક સૈન્યની પરેડમાં બૈલિસ્ટિક મિસાઈલ હુમલો થયો છે. જેમાં 6 સૈનિકો અને 3 બાળકોના મોત થયા છે.

મગલ અલ-શૌબીએ ફોનના માધ્યમથી જણાવ્યું કે, ધાલે પ્રાંતની રાજધાનીમાં એક ફુટબોલ મેદાનમાં નવી ભરતીઓ માટે એક પરેડ ચાલી રહી હતી. જે દરમિયાન આ હુમલો થયો હતો.

સૈન્ય પરેડ પર મિસાઈલ હુમલો

દક્ષિણી અલગાવવાદી સઉદીના નેતૃત્વવાળા ગઠબંધન સાથે જોડાયા છે. જે યેમેનના હાઉતી વિદ્રોહિઓ સાથે લડી રહ્યા છે.

મગલ અલ-શૌબીએએ જણાવ્યું કે, વિસ્ફોટમાં સામાન્ય લોકો સહિત 20થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. તેમણે હુમલા પાછળ હાઉતીને જવાબદાર ગણાવ્યા છે.

વિદ્રોહી સમૂહ પાસેથી આ અંગે હજુ કોઈ પ્રતિક્રિયા મળી નથી.

ABOUT THE AUTHOR

...view details