ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાન: બલુચિસ્તાનમાં ઉગ્રવાદીઓ દ્વારા પર હુમલો, 14ના મોત - બલુચિસ્તાન

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ઉગ્રવાદિયો દ્વારા પાકિસ્તાની અર્ધલશ્કરી દળોની સુરક્ષા હેઠળ જતા પાકિસ્તાની તેલ અને ગેસના કામદારોના કાફલા પર હુમલો કરાયો હતો. કાફલાની સુરક્ષા કરી રહેલા પાકિસ્તાન ફ્રન્ટિયર કોર્પ્સના સાત સભ્યો સહિત 14 લોકો માર્યા ગયા હતા.

બલુચિસ્તાન
બલુચિસ્તાન

By

Published : Oct 16, 2020, 12:08 PM IST

ઇસ્લામાબાદ: ઉગ્રવાદિઓએ પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાનના તેલ અને ગેસ કામદારોના કાફલાને નિશાન બનાવ્યા હતા, જેમાં સાત સૈનિકો સહિત 14 લોકો માર્યા ગયા. આ કાફલો અર્ધલશ્કરી દળોના રક્ષણ હેઠળ જઇ રહ્યો હતો. જોકે વડા પ્રધાન ઇમરાન ખાને આ હુમલાની નિંદા કરી છે.

ગુરુવારે સરકારી તેલ અને ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડના કર્મચારીઓ પર હુમલો થયો હતો. પાકિસ્તાની સૈન્યની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક લાયઝન એ ઘટનાની પુષ્ટિ કરી હતી.

આ હુમલામાં સાત ફ્રન્ટીયર કોર્પ્સના જવાનો અને સાત ખાનગી સુરક્ષા રક્ષકો માર્યા ગયા હતા. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ઉગ્રવાદીઓએ બલુચિસ્તાન-કરાચી દરિયાકાંઠાના ધોરીમાર્ગ પર ઓરમારા નજીકના પર્વતોથી કાફલા પર હુમલો કર્યો હતો. ઘટના દરમિયાન બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી હતી. આ કાફલો ગ્વાદરથી કરાચી પરત ફરી રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details