ગુરૂવારે મહિન્દા રાજપક્ષે વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે ઓગસ્ટ 2020માં પ્રસ્તાવિત સામાન્ય ચૂંટણી થાય ત્યાં સુધી મંત્રીમંડળના વડાપ્રધાનના રૂપે કામકાજ સંભાળશે.
નવા વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, 'હું શ્રીલંકાના નવા વડાપ્રધાનના રૂપમાં શપથ લઇને ગૌરવનો અનુભવ કરૂં છું. હું તમામ શ્રીલંકાઇ લોકોની સેવા કરવા માટે તત્પર છું, કારણ કે, અમે ભવિષ્યની પેઢીઓની રક્ષા માટે અને વિકાસની સાથે દેશને આગળ લઇ જવા ઇચ્છીએ છીએ.'
ગોટબાયાના રાષ્ટ્રપતિના રૂપે શપથ લીધા બાદ ત્રીજા દિવસે મહિન્દાએ રાષ્ટ્રપતિ સચિવાલયમાં નવા વડાપ્રધાનના રૂપમાં શપથ લીધી હતી. આ અવસર પર પૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંધે, પૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ટ્વીટ કર્યું કે, 'હું શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપું છું.'
વડાપ્રધાનના રુપમાં મહિન્દાનો આ બીજો કાર્યકાળ છે. મહિન્દા રાજપક્ષે 2005થી 2015 સુધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. વર્ષ 2018માં તે અમુક સમય માટે વડાપ્રધાન પણ રહ્યા હતા.