કોલંબો : શ્રીલકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે ઔતિહાસિક બૌદ્ધ મંદિરમાં રવિવારે દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. શ્રીલંકા પીપુલ્સ પાર્ટી (એસએલપીપી) એ 74 વર્ષીય નેતાને નવમી સંસદ પદના શપથ તેમના નાના ભાઇ અને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે કેલાનીયાના પવિત્ર રાજમહા વિહરાયામાં અપાવ્યા હતાં.
મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના વડાપ્રધાન તરીકે શપથ લીધા - શ્રીલકાના નવા વડાપ્રધાન
શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે દેશના નવા વડાપ્રધાન તરીકે રવિવારે બૌદ્ધ મંદિરમાં શપથ લીધા હતા. મહિન્દાની આગેવાનીવાળી એસએલપીપીએ સંસદમાં ઓગસ્ટની સામાન્ય ચૂંટણીમાં બે-તૃતીયાંશ બહુમતી મેળવી હતી.
મહિન્દા રાજપક્ષ
મહિન્દા એસએલપીપીએ 5 ઓગષ્ટની સામાન્ય ચૂંટણીમાં જીત હાંસલ કરીને સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવી હતી. આ બહુમતીના આધારે તે બંધારણમાં સુધારો કરી શકશે. જે શક્તિશાળી રાજપક્ષે પરિવારની સત્તા પરની પકડને વધુ મજબૂત બનાવશે.
મહિન્દાને 5,000,00થી વધુ મત મળ્યા છે. ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર કોઈ ઉમેદવારને આટલા બધા મત મળ્યાં છે. એસએલપીપીએ તેના સાથી પક્ષો સાથે 145 મત વિસ્તારની કુલ 150 બેઠકો જીતી હતી. જે 225 સભ્યોવાળા ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી સમાન છે.