જિનીવા: વિશ્વ આરોગ્ય સંગઠને શુક્રવારે ચેતવણી આપી હતી કે, કોવિડ-19 રોગચાળાને નિયંત્રિત કરવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધોને હટાવવાથી કોરોના વાઈરસનું જોખમવધુ ભયાવહ બની શકે છે.
લોકડાઉન હટાવવાનો નિર્ણય ફરી કોરોના જોખમ ઉભું કરશેઃ WHO - UN આરોગ્ય સંસ્થાના વડા ટેડ્રોસ અધાનામ ગેબ્રેયસિયસે
UN આરોગ્ય સંસ્થાના વડા ટેડ્રોસ અધાનામ ગેબ્રેયસિયસે કહ્યું કે, લોકડાઉનના પ્રતિબંધને હટાવવાથી કોરોના વાઈરસનું જોખમ વધી શકે છે.
WHO
UN આરોગ્ય સંસ્થાના વડા ટેડ્રોસ અધાનામ ગેબ્રેયસિયસે જીનીવામાં વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "હાલ પરિસ્થિતીને જોતા જો લોકડાઉન હટાવવામાં આવશે તો તેનું દયનીય પરીણામ સામે આવશે. આ વૈશ્વિક મહામારી વધુ વકરશે જે લોકહિતમાં ભયાવહ સાબિત થશે."