ગુજરાત

gujarat

ETV Bharat / international

હોંગકોંગમાં સુરક્ષા કાયદાની વિરૂદ્ધમાં લાખો કર્યું લોકોએ મતદાન - hang kang

ચીન દ્વારા લાગુ સુરક્ષા કાયદા વિરૂદ્ધ હોંગકોંગના લોકતંત્ર સમર્થક આંદોલનકારીઓએ શનિવાર અને રવિવારે મતદાનનું આયોજન કર્યુ હતું. આ મતદાનમાં લાખો લોકોએ ભાગ લીધો હતો.

હાંગકાંગ : સુરક્ષા કાયદા વિરૂદ્ધ લાખો લોકોએ મતદાન કર્યુ
હાંગકાંગ : સુરક્ષા કાયદા વિરૂદ્ધ લાખો લોકોએ મતદાન કર્યુ

By

Published : Jul 13, 2020, 12:44 PM IST

હાંગકાંગ: ચીન દ્વારા હોંગકોંગમાં લાગુ કરેલા સુરક્ષા કાયદા પર ધમાસાન બંધ થવાનું નામ નથી લઇ રહ્યું. જેનો વિરોધ કરવાની લોકોએ અનોખી રીત અપનાવી છે. આ કાયદા વિરૂદ્ધ હોંગકોંગના લોકતંત્રના સમર્થક આંદોલનકારીઓએ શનિવાર અને રવિવારના રોજ મતદાનનું આયોજન કર્યુ હતું. આ મતદાન પ્રક્રિયામાં લાખો લોકોએ ભાગ લીધો હતો.

રવિવારે સવારથી જ મતદાન કેન્દ્રની બહાર લાઇન લાગી હતી. 9 કલાકથી શરૂ થયેલા મતદાન પહેલા હોંગકોંગના કેટલાક પોલિંગ બુથ પર લાંબી લાઇનો જોવા મળી હતી. બપોરના 3 કલાક સુધીમાં 3.18 લાખથી વધુ લોકોએ મતદાન કર્યુ હતું. શનિવાર અંત સુધીમાં 45 લાખ નોંધાયેલા મતદાતાઓમાંથી લગભગ 2.34 લાખ લોકોએ મતદાન કર્યુ હતું.

મતદાનને લઇને હોંગકોંગમાં વહીવટી અધિકારીઓએ પણ જિલ્લા કાઉન્સિલરોની કચેરીઓ અને દુકાનોનો ઉપયોગ મતદાન કેન્દ્રના રૂપમાં કરવાના વિરોધ કરી રહેલા પક્ષને ચેતવણી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details