ઉત્તર કોરિયામાં અછતની સમસ્યા છે, તેવો રીપોર્ટ પણ એવા સમયે આવ્યો કે, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય એજન્સીઓએ જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયામાં લગભગ એક કરોડ લોકો ભોજનની અછતથી ઝઝુમી રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઉત્તર કોરિયાના રાજદૂત કિમ સોંગે ફેબ્રુઆરીમાં તત્કાલ ખાદ્ય સુરક્ષાને એક અપીલ કરી હતી. સાથે જ ઉત્તર કોરિયાની વર્તમાન હાલત અને ભોજનના ઓછા જથ્થાને લઇને ખરાબ વાતાવરણ અને આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રર્તિબંઘનું કારણ આપ્યું છે.
ઉત્તર કોરીયામાં ખાદ્ય સામગ્રીની અછત સાથે હવે ભીષણ દુષ્કાળના ડાકલા - North Korea
ઉત્તર કોરીયા: ઉત્તર કોરિયા છેલ્લા કેટલાય સમયથી ખાદ્ય સામગ્રીની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. ત્યારે હવે વાતાવરણ સ્થાનિકો માટે વધુ મુશ્કેલી ભર્યું બન્યું છે. એક રીપોર્ટ અનુસાર આ વર્ષેના પ્રથમ પાંચ મહિનામાં ફક્ત 54.4 મિલીમીટર જ વરસાદ નોંધાતા અછતની પરિસ્થિતી સર્જાઇ છે. ઉત્તર કોરિયામાં વર્ષ 1982 પછી વરસાદનું પ્રમાણ ઓછુ છે. જેથી હાલ ઉત્તર કોરિયા ભીષણ દુકાળનો સામનો કરી રહ્યું છે.

ફાઈલ ફોટો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી ઉત્તર કોરિયામાં પરમાણુ તેમજ મિસાઇલના પ્રશિક્ષણો બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તર કોરિયા પર પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે. કોરિયાની સ્થિતી હજુ એક મહિનો આવી જ રહેશે.